- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- છેલ્લા 24 કલાકમાં 10,742 પોઝિટિવ કેસ નોંધાયા
- 15,269 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 109 દર્દીના મોત થયા
- અમદાવાદમાં 2878, સુરતમાં 776, રાજકોટ 359 અને વડોદરામાં 650 કેસ નોંધાયા
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 10,742 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે ગુરુવારે સૌથી વધુ 15,269 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 109 જેટલા દર્દીના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે આજે ગુરુવારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,017 પોઝિટિવ, 15,264 દર્દી કોરોનાનો માત આપી, 102 દર્દીના થયા મૃત્યુ
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ગુરુવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2878 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 7045 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 776, રાજકોટ 359 અને વડોદરામાં 650 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે ગુરુવારે કેટલા નાગરિકોનું થયું રસીકરણ ?
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1,47,18,861ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આજે ગુરુવારે ગુજરાત રાજ્યમાં ફક્ત દસ જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 18થી 44 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 30,471 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 81.85 ટકા જેટલો નોંધાયો છે. આજે કુલ 1,51,772 લોકોને વેક્સિન આપવમાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,931 દર્દીએ કોરોનાને માત આપી
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,22,847 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 796 વેન્ટિલેટર પર અને 1,22,051 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 8840 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,93,666 દર્દીઓએ કોરોનાને માત આપી છે.