ગુજરાત

gujarat

ETV Bharat / city

ફિક્સ પગારથી જોડાયેલા કર્મચારીઓ માટે અગત્યનો નિર્ણય - પૂર્વ નાયબ મુખ્યપ્રધાન

ગાંધીનગરમાં આજરોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નેતૃત્વમાં કેબિનેટ બેઠકલ યોજાઈ હતી. જેમાં વર્ષ 2006 પહેલા ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને જે લાભ મળતો ના હતો તેના માટેનો મહત્વનો નિર્ણય લેવાયો છે. ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે વરસાદ મામલે સમીક્ષા પણ કરવામાં આવી હતી. Fixed Salaried Employees, Gujarat Cabinet Meeting

Gujarat Cabinet Meeting વર્ષ 2006 પહેલા ફિક્સ પગારથી જોડાયેલા કર્મચારીઓ માટે અગત્યનો નિર્ણય
Gujarat Cabinet Meeting વર્ષ 2006 પહેલા ફિક્સ પગારથી જોડાયેલા કર્મચારીઓ માટે અગત્યનો નિર્ણય

By

Published : Aug 18, 2022, 11:33 AM IST

ગાંધીનગરરાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધિક સામાજિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાબતે રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન જીતુ વાઘાણી કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2022 સુધી તિરંગા યોજના હેઠળ ગુજરાતમાં એક કરોડથી વધુ તિરંગા ફરકાવવામાં (Har Ghar Tiranga Campaign) આવ્યા હતા. તે બદલ આજની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આજની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણયકેબિનેટ બેઠકમાં રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારના અધિકારીઓને કર્મચારીઓ માટે અનેક નિર્ણય કરતા હોય છે. જેમાં રાજ્યમાં ફિક્સ પગારનીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા (Fixed Salaried Employees) અંગે નાણા વિભાગ દ્વારા વર્ષ 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2006 પહેલા ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. જે હવે વર્ષ 2006 પહેલા ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોગુજરાત કેબિનેટ બેઠક : પાક સર્વે, નુકશાની સર્વે સહિતના કયા મુદ્દાઓ ચર્ચાશે જૂઓ

કર્મચારીઓને થશે લાભઆ નિર્ણયથી રાજ્યમાં અંદાજે 42 હજારથી વધુ વર્ષ 2006 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને લાભ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કરેલા અન્યાયથી 576 પંચાયત સહાયક તલાટીઓ (Panchayat Assistant Talati) 2019 રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓ 331 સ્ટાફ નર્સ, 2400 લોકરક્ષક અને 38,285 શિક્ષકો મળીને કુલ 42,035 કર્મચારીઓને લાભ થશે.

વરસાદ બાબતે થઈ સમીક્ષાકેબિનેટ બેઠકમાં વધુમાં જણાવ્યું કે રાજ્યમાં શરૂઆત જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં વરસાદ બાબતે સમીક્ષા (Cabinet meeting reviews rain matter) પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે કોઈપણ રાજ્યમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે બાબતે પણ જે તે જિલ્લા કલેકટર (Gandhinagar District Collector) અને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે જે રસ્તાઓ, હાઇવે નગરપાલિકા અને મહાનગરપાલિકાના રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ થઈ છે. તે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર કરવા માટેની સૂચનાઓ પણ કેવી રીતે બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ (Officers of Building Department) અને મુખ્ય સચિવને આપવામાં આવી છે.

આ પણ વાંચોGujarat Cabinet Meeting: CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક

ઢોર બાબતે નિર્ણયથોડા દિવસ પહેલા તિરંગા યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન (Former Deputy Chief Minister) નીતિન પટેલે રખડતા લીધા હતા જેના પડકાર બેઠકમાં પડ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફરીથી ટૂંક સમયમાં આનો મહત્વનો નિર્ણય કરવામાં આવશે જ્યારે આ બાબતનો પ્રશ્નનો જવાબ રાજ્યના પ્રધાન જીતુ વાઘાણી આપ્યો હતો કે આ બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details