- ગાંધીનગર જિલ્લામાં 72મા પ્રજસત્તાક દિનની ઉજવણી કરાઈ
- મહેસુલપ્રધાન કૌશિક પટેલ રહ્યા હાજર
- કોરોના અને લોકડાઉનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરાયા
ગાંધીનગર: 26મી જાન્યુઆરીની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જો ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલ હાજર રહ્યા હતા, ત્યારે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ પોલીસ પરેડ યોજવામાં આવી હતી અને ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોરોના અને લોકડાઉનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પેરામેડીકલ સ્ટાફને અને પોલીસના કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કોરોનાની આપવામાં આવી માહિતી
પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન રાજ્યના મહેસૂલ અને કૌશિક પટેલ પોતાના વક્તવ્યમાં કોરોના બાબતે મહત્વની જાણકારી આપી હતી. કૌશિક પટેલે જણાવ્યું હતું કે, જે રીતે દેશના અન્ય રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ હતી તેમાં હવે ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે. પરંતુ હજુ પણ અમુક જગ્યાએ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બહાર પાડેલ પ્રમાણે નિયમોનું પાલન કરવું પડશે સાથે જ તમામ લોકોએ માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હાથ વારંવાર ધોવા અને કોરોનાને હરાવવાની વાત કરી હતી.