ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર જિલ્લામાં 72,743 લોકો માસ્ક વગર દંડાયાં, કુલ 1.82 કરોડનો દંડ પોલીસે વસૂલ્યો - દંડ

કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોનાથી બચવા માટે અને સંક્રમિત ન થવાય તે માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને વારંવાર સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સૂચના અને સલાહ સરકાર દ્વારા આપવામાં આવે છે. તેમ છતાં લોકો માસ્ક વગર અને સામાજિક અંતર વગર જોવા મળી રહ્યાં છે. જો કોરોના guidelinesનો ભંગ કરવામાં આવે તો તેમના વિરુદ્ધ કાયદાકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે જેને લઇને પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં માત્ર વગર ફરતાં કુલ 72, 743 લોકોને પોલીસે દંડ ફટકાર્યો છે.

ગાંધીનગર જિલ્લામાં 72,743 લોકો માસ્ક વગર દંડાયાં, કુલ 1.82 કરોડનો દંડ પોલીસે વસૂલ્યો
ગાંધીનગર જિલ્લામાં 72,743 લોકો માસ્ક વગર દંડાયાં, કુલ 1.82 કરોડનો દંડ પોલીસે વસૂલ્યો

By

Published : Oct 9, 2020, 8:12 PM IST

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં માસ્ક વગર ફરતાં અને તેમને પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી બાબતે ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી સમયે રાજ્ય સરકારે ફરજિયાત કર્યું છે ત્યારે માસ્ક વગર ફરતાં લોકો પાસે નાણાકીય દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 2743 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે જેની કુલ રકમ 1,82,84,200નો દંડ ગાંધીનગર પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે.

કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરાવે દંડ
ઉલ્લેખનીય છે કે માસ્ક વગર ફરનારા પાસેથી રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને આપી છે ત્યારે 1000 રૂપિયા દંડ ન ભરવો પડે તે માટે લોકો દ્વારા અનેક બહાનાં પણ પોલીસને બતાવવામાં આવી રહ્યાં છે.
ગાંધીનગર શહેર-જિલ્લામાં માસ્ક વગર ફરનારાં સામે દંડનીય કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details