- રાયસણ ખાતે યોજાયું સંમેલન
- આપના કાર્યકર્તાઓનું જોવા મળ્યું પૂર
- કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ આપમાં જોડાયા
ગાંધીનગર :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની અમુક બેઠકો પર જીત છે. જ્યારે સુરત શહેરમાં વિપક્ષ તરીકેની ભૂમિકા હવે આમ આદમી પાર્ટી કાર્યરત થઇ છે ત્યારે હવે આવનારા સમયમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. તેમાં પણ આમ આદમી પાર્ટી તમામ વૉર્ડમાં ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. ગાંધીનગરના રાયસણ ગામ ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ગાંધીનગર શહેરના કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પણ આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે આજે જોડાયા હતા.
બૂથ મજબૂત કરવાનો આપ્યો ટાર્ગેટ
મંચ પરથી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તમારા બૂથ મજબૂત કરો એવા પણ સૂચનો આપવામાં આવ્યા હતા, ત્યારે વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી વિધાનસભાના ઉમેદવારો માટેની તૈયારીઓ કરી રહી હોવાનું પણ નિવેદન મંચ પરથી કરવામાં આવ્યું હતું તમામ બૂથ પર આમ આદમી પાર્ટી બૂથ ને મજબૂત કરે તો વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી વિજય બનશે. તેવા વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.