ગુજરાત

gujarat

ગાંધીનગર સિવિલમાં ગંદકીમાં સુવડાવવામાં આવે છે પેશન્ટને

By

Published : May 28, 2021, 3:26 PM IST

Updated : May 28, 2021, 3:51 PM IST

ગાંધીનગર સિવિલ(Civil)માં પેશન્ટને ગંદકીમાં સુવડાવવામાં આવી રહ્યાં છે. પેશન્ટ જ્યાં એડમિટ(Admit) હોય તેવા બેડની ચાદર, ઓશિકાના કવર મેલાડાટ થઇ ગયાં છે પરંતુ બદલાતા નથી. આ સાથે જ આજુ બાજુ ગંદકી છે.

ગાંધીનગર સિવિલમાં ગંદકીમાં સુવડાવવામાં આવે છે પેશન્ટને
ગાંધીનગર સિવિલમાં ગંદકીમાં સુવડાવવામાં આવે છે પેશન્ટને

  • કોવિડ નેગેટિવ આવ્યો હોય તેવા દર્દીને અહીં સુવડાવાય છે
  • ઓશિકાના કવર બદલવાનું કહેતા સ્ટોક નથી તેવું કહેવાય છે
  • પાટનગરની સરકારી હોસ્પિટલમાં જ બેદરકારી
    ગાંધીનગર સિવિલમાં ગંદકીમાં સુવડાવવામાં આવે છે પેશન્ટને

ગાંધીનગર: સિવિલ(Civil)માં પેશન્ટને ગંદકીમાં સુવડાવવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર સિવિલ(Gandhinagar Civil)ના જનરલ વોર્ડમાં પેશન્ટ એડમિટ છે તેમની ચાદર પણ દિવસો, મહિનાઓથી બદલવામાં આવી નથી. ઓશિકાના કવર પણ કાળા થઈ ગયા છે. આજુ-બાજુ ગંદગી એટલી છે કે સાફ સફાઇ પણ સરખી રીતે થતી નથી. જે પેશન્ટ (Patient) એડમિટ છે તેમની આજુ-બાજુ ગંદકી જોવા મળી રહી છે. પેશન્ટ જે ગાદલા પર સૂવે છે તેના કવર કાળા પડી ગયા છે એવા કાળા કવર છે કે તેને ધોવાથી પણ સાફ નથી થાય તેવા કાળા કવર અને આ પ્રકારના બેડમાં પેશન્ટોને સુવડાવવામાં આવી રહ્યા છે. અજુ-બાજુ દિવાલ ઉપર પાનની પિચકારીઓ જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ ગાંધીનગરના સિવિલના જનરલ વોર્ડમાં જોવા મળી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ

ઓશિકાના કવર અને ગાદલાના કવર ગંદકીથી કાળા થઈ ગયા છે છતાં પેશન્ટને અહીં સુવડાવાય છે

સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં પેશન્ટને એડમિટ કરવા હોય તો વિચારી લેવું. હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં ગંદકી જોવા મળી રહી છે. અહીં એવા પેશન્ટને એડમીટ કરવામાં આવે છે જે કોરોના બાદ નેગેટિવ આવ્યા હોય તેમજ અન્ય સારવાર લાઇ રહેલા પેશન્ટ પણ અહીં લવાય છે. અત્યારે બ્લેક ફંગસના કારણે સાફ સફાઈ જરૂરી છે. જેનું ધ્યાન બિલકુલ રાખવામાં આવી રહ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને કહેવામાં આવે છે તો એવું જાણવા મળે છે કે અહીં પૂરતો સ્ટોક જ નથી તો ચાદર કેવી રીતે બદલવી. આ પ્રકારની બેદરકારી સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલમાં કોરોના સામે ઝઝૂમતી મહિલાએ જણાવી આપવીતી, જુઓ વીડિયોમાં શું કહ્યું...

જનરલ વોર્ડમાં કોરોના નેગેટિવ આવી ગયા બાદ ઓક્સિજન સાથે પેશન્ટને રાખવામાં આવે છે

સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ(Negative report) આવ્યા બાદ જે પેશન્ટ હોય છે તેમને અહીં જનરલ વોર્ડ(General ward)માં લાવવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં સાફ-સફાઈનો અભાવ હોવાથી પેશન્ટને પણ મુશ્કેલીઓ પડી રહી છે. જે પેશન્ટ કોરોના બાદ નેગેટિવ થયા બાદ ઓક્સિજન પર હોય છે તેમની આજુબાજુ સાફ સફાઈનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું નથી. કોરોના પેશન્ટ ગંદકી વચ્ચે દિવસ પસાર કરી રહ્યા છે. પાટનગરની સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની ગંભીરતા લેવામાં આવતી ન હોવાથી પેશન્ટ પરેસાન થઈ રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. હોસ્પિટલોમાં સ્વચ્છતા અને હાઇજિનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ત્યારે આ પ્રકારની બેદરકારી સામે આવી છે.

Last Updated : May 28, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details