- ક્લોલના રેલવે પાસેના પૂર્વ વિસ્તારને કરાયો છે કોલેરાગ્રસ્ત જાહેર
- બે દિવસમાં 25 કેસો નોંધાયા
- Gandhinagar Corporationદ્વારા લેવાયા પીવાના પાણીના સેમ્પલો
- હેલ્થની 10 ટીમો સર્વેમાં જોડાઈ
ગાંધીનગરઃ Gandhinagar Corporation ના વિસ્તારમાં આ પ્રકારના કેસ સામે આવતાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે કલોલ વિસ્તારમાં પણ આ પ્રકારે કેસો જોવા મળતાં અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થયા છે અને પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. દૂષિત પાણીના કારણે આ કેસ નોંધાયા હોઈ શકે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
કલોલમાં ઝાડાઉલટીના ( Diarrhea ) 100થી 150 જેટલા કેસો નોંધાયા છે. જોકે અત્યારે આ કેસનો આંકડો વધી રહ્યો છે ત્યારે Gandhinagar Corporation માં પણ આ પ્રકારે ઝાડાઉલટીના કેસો ( Diarrhea ) સામે આવ્યાં છે. કલોલ વિસ્તારને અત્યારે કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે ગાંધીનગરમાં પણ તકેદારીના ભાગરૂપે ધોળાકુવા ગામમાં સર્વેલન્સ કોર્પોરેશન હેલ્થ વિભાગની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
હેલ્થ વિભાગની 10 ટીમ 700 ઘરોમાં 5000 લોકોનો સર્વે કરશે
હેલ્થ વિભાગની ટીમે આ ઘરોમાંથી અત્યારે 300 બાળકોનો સર્વે કર્યો છે જેમાં 25 કેસો સામે આવ્યા છે. જોકે તેમાંથી એક પણ કેસ ગંભીર નથી તેવું કોર્પોરેશન હેલ્થ અધિકારી કલ્પેશ ગોસ્વામીએ કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાંચ હજાર જેટલા લોકોનો સર્વે કરવામાં આવશે. જોકે આ સર્વે ગઇકાલે 3000થી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આજે પણ આ સર્વે હાથ ધરાયો હતો. Gandhinagar Corporation હેલ્થ વિભાગની ટીમે સર્વે દરમિયાન 5000 ટેબલેટ તેમજ ઓઆરએસના અન્ય પેકેટ આપ્યાં હતાં.
છૂટાછવાયા કેસ મળવાની શક્યતા હોવાથી સર્વે ચાલુ જ રખાશે
કલ્પેશ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે સર્વે તો બે દિવસમાં પૂર્ણ થઇ જશે, પરંતુ ક્યાંક છૂટાછવાયા ફરીથી કેસો જોવા મળી શકે છે. જેથી આ સર્વેની કામગીરી જ્યાં સુધી કેસો આવવાનું બંધ ન થાય ત્યાં સુધી શરૂ રાખવામાં આવશે. ખાસ કરીને ધોળાકૂવામાં અત્યારે ઠાકોરવાસ અને દંતાણીવાસમાં આ કેસો જોવા મળ્યાં છે. જોકે તેમાંથી હજુ સુધી એક પણ ગંભીર કેસ સામે નથી આવ્યો.
આ પણ વાંચોઃ Polluted water: કલોલના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, રોગચાળાના 50 કેસ
Gandhinagar માં પણ કલોલની જેમ ઝાડાઉલટીના કેસો, અત્યાર સુધી 25 કેસો સામે આવ્યાં
કલોલ પૂર્વ વિસ્તારમાં જેવી રીતે ઝાડાઉલટીના કેસો સામે આવ્યા છે તેવી જ રીતે Gandhinagar ના ધોળાકુવા ગામમાં પણ બે દિવસમાં 25 ઝાડાઉલટીના ( Diarrhea ) કેસો ઠાકોરવાસ અને દંતાણી વાસમાં જોવા મળ્યાં છે. આ ઉપરાંત પેટમાં દુખાવાના 4 કેસોમાં પણ સામે આવ્યા છે. જેને જોતાં તંત્ર દોડતું થયું છે
Gandhinagar માં પણ કલોલની જેમ ઝાડાઉલટીના કેસો, અત્યાર સુધી 25 કેસો સામે આવ્યાં