ગાંધીનગરઃ જિલ્લામાં હવે દરરોજ દસની આસપાસ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રવિવારે બીજા 8 કેસ સામે આવ્યા છે, જે કેસ આવ્યા છે તેમાં ચાર ગાંધીનગર શહેરમાંથી તેમજ ચાર ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે.
ગાંધીનગરમાં રવિવારે કોરોનાના 8 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 171 થયો - Corona News
ગાંધીનગરમાં હવે દરરોજ દસની આસપાસ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રવિવારે બીજા 8 કેસ સામે આવ્યા છે, જે કેસ આવ્યા છે તેમાં ચાર ગાંધીનગર શહેરમાંથી તેમજ ચાર ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે.
રવિવારે શહેરમાં ચાર કેસ સામે આવ્યાં છે, જેમા સેક્ટર-4, સેક્ટર-8 અને સેકટર-24માં કેસ સામે આવ્યા છે. સેક્ટર 4માં 30 વર્ષીય મહિલા જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે તે પોઝિટિવ આવી છે. સેક્ટર 8માં 72 વર્ષીય આધેડ કોરોનાની ઝપટે ચડ્યા છે. તે ઉપરાંત 24 ઇન્દિરાનગરમાં વધુ બે કેસ સામે આવ્યા છે, જેમાં 40 અને 19 વર્ષિય યુવતી પોઝેટીવ આવી છે.
ગ્રામ્ય વિસ્તારમાં કુડાસણમાં આવેલી પ્રમુખ એક્ઝોટિકામાં 38 વર્ષીય તબીબ, રાધેશ્યામ વિનાયક લાઇફ-સ્ટાઇલમાં રહેતી 51 વર્ષીય મહિલા કે જે યુ.એન. મહેતા હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે, તે તેમજ રાયસણમા 58 વર્ષીય પુરુષ કે જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેની પત્ની એપોલો હોસ્પિટલમાં ફરજ બજાવે છે તે ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 41 વર્ષીય એનેસ્થેટિક કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે શહેર અને જિલ્લાનો આંકડો 171 ઉપર પહોંચ્યો છે.