ગાંધીનગરઃ જિલ્લામાં કોરોના વાઇરસે બે સરકારી કર્મચારી અને પીએસઆઈ સહિત વધુ 10 વ્યક્તિને સંક્રમિત કર્યા છે. જિલ્લામાં સોમવારે ગાંધીનગર તાલુકામાં 15, દહેગામ તાલુકામાં 1, માણસા તાલુકામાં 3 અને કલોલ તાલુકામાં 3 સહિત 34 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.
સેકટર-27માં રહેતા વૃદ્ધ અગાઉ કોરોનાગ્રસ્ત થયા હતા, સોમવારે તેમના 49 વર્ષીય દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સેકટર-3 ન્યૂમાં રહેતાં અને જૂના સચિવાલયના આરોગ્ય વિભાગમાં આંકડા મદદનીશ તરીકે ફરજ બજાવતાં 27 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયા હતા. સે-21માં રહેતા અને અમદાવાદ ખાતે ઓલામાં ફરજ બજાવતા 38 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત થયાં છે, તેમજ સેકટર-27માં રહેતા અને એસઆરપીમાં ફરજ બજાવતા 57 વર્ષીય પીએસઆઈ કોરોના સંક્રમિત થયા છે.
સેકટર-4સીમાં રહેતા અને ગૌણ સેવા મંડળમાં ડેપ્યુટી એસઓ તરીકે ફરજ બજાવતા 57 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેકટર-24માં રહેતા અને પોતાનો બિઝનેસ ધરાવતા 48 વર્ષીય પુરુષ, સેકટર-28માં રહેતી 70 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયાં છે.
સે-13માં રહેતા અને પ્રાઈવેટ બિઝનેસ ધરાવતા 35 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સેકટર-16માં રહેતા અને ઈન્ફોસિટી કાતે ઈન્શ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતા 58 વર્ષીય આધેડ, સેકટર-25માં રહેતા અને સે-21માં બેગ રીપેરિંગની દુકાન ધરાવતા 59 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત જાહેર થયાં છે. શહેર વિસ્તારમાં કુલ 432 લોકો સંક્રમિત થયાં છે.
ગાંધીનગર તાલુકામાં અડાલજ ગામમાં 40 વર્ષીય મહિલા, કોબા ગામમાં 34 વર્ષીય મહિલા, કુડાસણા ગામમાં 42 વર્ષીય પુરુષ, શેરથા-કસ્તુરીનગરમાં 60 વર્ષીય પુરૂષ, લીંમડિયા ગામમાં 29 વર્ષીય, મીલેટ્ર સ્ટેશન(આમલપુર) ગામમાં 39 વર્ષીય પુરૂષ, પેથાપુર ગામમાં 26, 44 અને 64 વર્ષીય પુરૂષ, રાંધેજા ગામમાં 45 વર્ષીય, રૂપાલ ગામમાં 31 વર્ષીય પુરૂષ, સુધડ ગામમાં 70 વર્ષીય મહિલા અને 41 વર્ષીય પુરૂષ, ઉવારસદ ગામમાં 25 વર્ષીય પુરૂષ, વાવોલ ગામમાં 62 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે.
દહેગામ તાલુકામાં બહિયલ ગામમાં 58 વર્ષીય પુરૂષ, માણસા તાલુકામાં આનંદપુરા-વેડા ગામાં 50 અને 35 વર્ષીય પુરૂષ, માણસા શહેરમાં 56 વર્ષીય મહિલા અને પારસામાં 80 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે. કલોલ તાલુકામાં બોરીસણા ગામમાં 80 વર્ષીય મહિલા, રકનપુર ગામમાં 50 વર્ષીય પુરૂષ, કલોલ શહેરમાં 49 અને 56 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 78 વર્ષીય પુરૂષનું મૃત્યૃ થયું છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક 927 થયો છે. જેમાં 214 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. 637 વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 43 વ્યક્તિઓના મૃત્યૃ થયા છે.