- 50 હજારની સહાય મામલે કોંગ્રેસે વિરોધ કરી વોકઆઉટ કર્યું
- કોરોનામાં મૃત્યુ પામેલા 10,082 લોકોને સહાય મળશે, પરંતુ અન્ય કિસ્સામાં કમિટી નિમાશે
- ઋષિકેશ પટેલે કહ્યું, મૃતકોની સહાનુભૂતિ લેવા કોંગ્રેસે વોક આઉટ કર્યું
ગાંધીનગર : 4 લાખની માંગને લઈને કોંગ્રેસે વિરોધ કરી વોકઆઉટ કર્યું હતું, જ્યારે ભાજપે 50 હજારની સહાય કરવાની ઘોષણા કરી છે, જેથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. ઋષિકેશ પટેલે કહ્યું કે, મુશ્કેલીના સમયે એક થવાના બદલે કોંગ્રેસે રાજકીય સ્ટન્ટ કરી મૃતકોની સહાનુભૂતિ લેવા આવું કામ કર્યું છે. કોરોનામાં 50 હજારની સહાય મૃત્યુ પામેલા લોકો માટે અપાશે, જે માટે પરિપત્ર પણ કર્યો છે. ભાજપ સરકાર કોરોનામાં લોકોની સાથે છે.
લોકોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસ વિધાનસભામાં રાજનીતિ કરી રહ્યું છે
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, ગૃહમાં કોંગ્રેસ દ્વારા લોકોની સહાનુભૂતી અને એક રાજકીય સ્ટન્ટ નાટક સ્વરૂપે કર્યું છે, વિધાનસભામાં રાજનીતિ નિમ્ન કક્ષાની થઈ રહી છે. હાલમાં જે અતિ વૃષ્ટિ થઈ તેમાં સરકારે પશુ સહાય તેમજ કેશ ડોલમાં વધારો કર્યો છે. આવનારા સંભવિત સમયમાં ત્રીજી લહેર આવશે નહીં, પરંતુ જો આવે છે તો પણ તેની તૈયારીઓ થઈ ગઈ છે. માતા-પિતા બન્નેમાંથી એક કે બન્ને મૃત્યુ પામ્યા છે તેમાં પણ સરકાર સહાય આપે છે. આ ખરા સમયે લોકોની સહાય કરવાની જગ્યાએ લોકોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસ વિધાનસભામાં રાજનીતિ કરી રહ્યું છે.