ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 477 કેસ, 31નાં મોત, 321 દર્દી સાજા થયાં - જયંતી રવિ

રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકો આ આંકડાને લઇને વધુ ગંભીર વધુ ગંભીર બની રહ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં આજે સૌથી વધુ 477 કેસ સામે આવ્યાં છે.

કોરોના
કોરોના

By

Published : Jun 8, 2020, 8:28 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં 31 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 20574 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે માત્ર 321 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના કેસના આજના આંકડા
સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 346, સૂરત 48, વડોદરામાં 35, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર, જૂનાગઢ, અરવલ્લી, પંચમહાલ 4-4, સાબરકાંઠા, જામનગર 5-5, ભાવનગર 3, બનાસકાંઠા, ભરૂચ, નવસારી, અન્ય 2-2, મહેસાણા, કચ્છ, ખેડા, ગીર સોમનાથ, અરવલ્લીમાં 1-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 59 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1280 લોકોના મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details