- સોમનાથના પૂનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા
- સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિની કરી રહ્યા છે ઉજવણી
- 13 નવેમ્બર 1947ના દિવસે સોમનાથની આ રાહ પુરી થઈ
ન્યૂઝ ડેસ્ક : જ્યારે સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતિ (Sardar Patel Birth Anniversary ) ઉજવી રહ્યો છે, ત્યારે દેશના 12 જ્યોતિર્લિંગમાનાં પ્રથમ એવા સોમનાથના પૂનઃનિર્માણમાં (Reconstruction of Somnath Temple) સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા વિશે આપને જણાવીશું.
સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ
જીર્ણ અવશેષોમાં વિખરાયેલા સોમનાથ મંદિરને રાહ હતી એવા વ્યક્તિની કે, જે આ વિખેરાયેલા કાટમાળને સમેટી અને સોમનાથના પતાકા ફરીથી લેહરાવે અને 13 નવેમ્બર 1947ના દિવસે સોમનાથની આ રાહ પુરી થઈ હતી. 12 નવેમ્બર 1947- આરઝી હુકૂમત દ્વારા જ્યારે જૂનાગઢ સ્વતંત્ર કરાવામાં આવ્યું, ત્યારે સરદાર પટેલ પહેલા જૂનાગઢ અને ત્યારબાદ 13 નવેમ્બર 1947એ સોમનાથ ગયા હતા. સોમનાથના ભગ્ન અવશેષો જોઈ તેમનું હદય દ્રવી ઉઠ્યુ અને તેઓએ સોમનાથ નજીક સમુદ્ર જળમાંથી અંજલિ લઈ અને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. લોકભાગીદારીથી સરદાર પટેલે આ મંદિર બનાવવા આહવાન કર્યું, જેના પ્રત્યુત્તરમાં જામનગરના રાજવી જામસાહેબ તેમજ હાજર તમામે દાનની સરવાણી વહાવી અને સોમનાથનું પુનઃ નિર્માણ શરૂ થયું હતુ.