ગુજરાત

gujarat

By

Published : Oct 11, 2022, 10:38 AM IST

Updated : Oct 11, 2022, 10:27 PM IST

ETV Bharat / city

ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર હંમેશા ભજવે છે મહત્વનો રોલ, 100 બેઠક પર પાટીદારો બદલી શકે છે બાજી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat elections 2022) પાટીદાર ફેક્ટર (patidar factor in Gujarat elections) હંમેશા મહત્વનો રોલ રહ્યો છે. રાજ્યમાં 100થી વધુ બેઠક એવી છે, જેની પર પાટીદારો હાર જીતનો નિર્ણય કરી શકે છે.

ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર હંમેશા ભજવે છે મહત્વનો રોલ, 100 બેઠક પર પાટીદારો બદલી શકે છે બાજી
ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર હંમેશા ભજવે છે મહત્વનો રોલ, 100 બેઠક પર પાટીદારો બદલી શકે છે બાજી

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો (Gujarat Political News) તમામ સમાજને પોતાના તરફ આકર્ષવા માટે લોભામણા વચનો આપી રહ્યા છે. કેજરીવાલ ગેરન્ટી કાર્ડ આપે છે, તો રાહુલ ગાંધી વચનો આપી રહ્યા છે. ભાજપ વિકાસના કામોની યાદ પ્રજાને આપી રહી છે. દર વખતે વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર (patidar factor in Gujarat elections) ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે.

પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી 48 બેઠકોઊંઝામાં 85,405 મતદારો, વિસનગરમાં 63,958 મતદારો, બેચરાજીમાં 52,507 મતદારો, કડીમાં 52,739 મતદારો, મહેસાણામાં 63,131 મતદારો, વિજાપુરમાં 67,538 મતદારો, હિંમતનગરમાં 54,880 મતદારો, માણસામાં 47,090 મતદારો, ઘાટલોડીયામાં 60,161 મતદારો, ઠક્કરબાપાનગરમાં 35,365 મતદારો, નારણપુરામાં 40,282 મતદારો, નિકોલમાં 52,723 મતદારો, નરોડામાં 34,408 મતદારો, મણીનગરમાં 52,121 મતદારો, સાબરમતીમાં 44,221 મતદારો, ધ્રાંગ્રધ્રામાં 67,046 મતદારો, મોરબીમાં 60,230 મતદારો, ટંકારામાં 1,02,469 મતદારો, દસ્ક્રોઈમાં 51,959 મતદારો, વિરમગામમાં 37,055 મતદારો, રાજકોટ ઈસ્ટમાં 55,969 મતદારો રાજકોટ વેસ્ટમાં 77,789 મતદારો, રાજકોટમાં 35,795 મતદારો, રાજકોટ ગ્રામ્યમાં 94,485 મતદારો, જસદણમાં 56,765 મતદારો, ગોંડલમાં 86,240 મતદારો, જામજોધપુરમાં 46,112 મતદારો.

પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી 48 બેઠકોમાણાવદરમાં 69,337 મતદારો, જુનાગઢમાં 61,446 મતદારો, વિસાવદરમાં 1,06,126 મતદારો, કેશોદમાં 57,647 મતદારો, ધારીમાં 58,195 મતદારો, અમરેલીમાં 75,871 મતદારો, લાઠીમાં 46,240 મતદારો, સાવરકુંડલામાં 54,470 મતદારો, જેતપુરમાં 1,20,512 મતદારો, ધોરાજીમાં 74,726 મતદારો, કાલાવડમાં 55,008 મતદારો, જામનગર ગ્રામ્યમાં 40,292 મતદારો, સયાજીગંજમાં 47,929 મતદારો, બોટાદમાં 40,088 મતદારો, ઓલપાડમાં 39,245 મતદારો, કામરેજમાં 40,043 મતદારો, સુરત નોર્થમાં 81,631 મતદારો, વરાછામાં 1,28,323 મતદારો, કરજણમાં 81,239 મતદારો, મજુરામાં 61,321 મતદારો, કતારગામમાં 1,01,541 મતદારો અને લુણાવાડામાં 49,204 મતદારો છે.

10 બેઠક એવી કે જે પક્ષને જીતાડવામાં મદદ કરી શકેડભોઈમાં 43,968 પાટીદાર મતદાતા છે. તેવી જ રીતે આણંદમાં 35,528 પાટીદાર મતદાર (patidar community in gujarat), પેટલાદમાં 38,782, તાલાલામાં 32,000 મતદાર, બાપુનગરમાં 31,783, ગાંધીનગર નોર્થમાં 33,890, પાટણમાં 37,240, સુરત ઈસ્ટમાં 37,120, ગારીયાધારમાં 41,075 અને ગઢડામાં 45,801 પાટીદાર મતદારો છે, જે આ 10 બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અને આ મતદારો જે રાજકીય પક્ષ તરફી ઢળે તેને જીતાડી શકે છે.

ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર હંમેશા ભજવે છે મહત્વનો રોલ, 100 બેઠક પર પાટીદારો બદલી શકે છે બાજી

બીજી 61 બેઠક પર પાટીદાર મતદાર છેઆ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 61 બેઠક (Gujarat elections) એવી છે કે, જ્યાં પાટીદાર મતદાર છે, કે જે હારજીતનો ફેસલો લાવી શકે છે. આમ જોવા જઈએ તો વિધાનસભાની કુલ 100 બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે, કે જે તરફ પાટીદારની એકતા જોવા મળે તે તરફનો પક્ષ જીત મેળવે છે. આથી રાજકીય પક્ષોએ પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પાટીદાર ઉમેદવારને (patidar community in gujarat) જ ટિકિટ આપવી પડે છે. તો જ તેઓ પાટીદારના મત મેળવી શકે છે.

પાટીદાર સમાજની એકતાગુજરાતમાં પાટીદાર સમાજની (Gujarat elections) એકતા બહૂ જબરજસ્ત હોય છે. તેઓ પાટીદાર ઉમેદવાર (patidar factor in Gujarat elections) પર વિશ્વાસ મુકીને ખોબલે ખોબલે મત આપીને જીતાડી દે છે. આથી ભાજપ હોય કે કૉંગ્રેસ. તે પાટીદાર બહુમતી વસ્તી ધરાવતા વિસ્તારમાં પાટીદાર ઉમેદવાર જ ઉભો રાખે છે. આ પાટીદારનું રાજકારણમાં વર્ચસ્વ દર્શાવે છે.

નરેશ પટેલનું સૌરાષ્ટ્રમાં વર્ચસ્વતાજેતરમાં ખોડલધામના વડા નરેશ પટેલે (Khodaldham Naresh Patel) રાજકારણમાં જોડાવાની માત્ર વાત જ કરી હતી, ત્યાં તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) નેતાઓ નરેશ પટેલને રૂબરૂમાં મળીને તેમની પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપી આવ્યા હતા. કારણ કે, પટેલ લીડરશીપની (patidar factor in Gujarat elections) દરેક પક્ષને જરૂર છે. નરેશ પટેલ એમ કહે કે, ફલાણા પક્ષને મત આપવાનો છે. તો પાટીદારોનો સમૂહ તે જ પક્ષને મત આપે તેવી એકતા અને વિશ્વાસ છે. સૌરાષ્ટ્રમાં નરેશ પટેલનું ખૂબ મોટુ વર્ચસ્વ છે.

સરદાર પટેલના નામથી પાટીદારની ઓળખપાટીદાર સમાજનો (patidar community in gujarat) નાનો કાર્યક્રમ હોય તો પણ ભાજપ અન કોંગ્રેસના નેતાઓ અચૂક હાજરી આપે છે. પાટીદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો આગળ હોય છે. સરદાર પટેલનું નામ અને તેમનું વિરાટ કામ યાદ કરીને પાટીદાર સમાજે રાજકીય ક્ષેત્રે ખૂબ મોટુ કાઢુ કાઢ્યું છે.

ભાજપ પ્રભારી પાટીદાર એજ્યુકેશન સંસ્થાની મુલાકાતેપાટીદાર એજ્યુકેશન સંસ્થા (Patidar Education Institute) 42 તાલુકાઓમાં શરૂ કરવામાં આવી છે. એજ્યુકેશન સંસ્થાના આગેવાન અને ખોડલધામના આગેવાન દિનેશ બાંભણિયાએ (dinesh bambhaniya) ETV Bharat ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ (patidar community in gujarat) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat elections) ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે 1995થી કોંગ્રેસ પક્ષ સાથે પાટીદાર સમાજે છેડો ફાડ્યો છે, ત્યારથી અત્યાર સુધીમાં કૉંગ્રેસે એક પણ વખત સત્તામાં આવી નથી.

પાટીદાર આંદોલનની થઈ હતી અસર જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat elections) પાટીદાર અનામત આંદોલનની અસર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી હતી, ત્યારે પણ ભાજપને જીતવા માટે મુશ્કેલી પડી હતી. જ્યારે હમણાં ગઈકાલે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપના પ્રભારી રત્નાકરજી પાટીદાર સમાજના એજ્યુકેશન સંસ્થાની મુલાકાત લીધી હતી. જ્યારે ચૂંટણીમાં 120 બેઠક પર પાટીદાર સમાજ મહત્વનો ભાગ ભજવી શકે છે. પાટીદાર સમાજ સાથે અનેક એવા સમાજો જોડાયા છે. તેની અસર ચૂંટણીમાં પડી શકે છે.

પાટીદાર સમાજ નક્કી કરે છે સરકાર કોની ? પૂર્વીન પટેલસરદાર પટેલ સેવા દળના મહામંત્રી અને ગાંધીનગર ખોડલધામના કાર્યકર તથા પાટીદાર સમાજના યુવા નેતા પૂર્વીન પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની 182 વિધાનસભાની બેઠકમાં ૬૦ જેટલી બેઠકો માં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે જ્યારે 40 જેટલી બેઠકો એવી છે કે જેમાં પાટીદાર સમાજ જે તે ઉમેદવારની હાર અને જીત નક્કી કરે છે જ્યારે આમ કુલ 182 વિધાનસભા બેઠકમાંથી 92 વિધાનસભા બેઠકથી કોઈપણ પક્ષ પોતાની સરકાર બનાવી શકે છે જ્યારે પાટીદાર સમાજની સોથી વધુ બેઠકો ઉપર છે ત્યારે પાટીદાર સમાજ જ નક્કી કરે છે કે કોની સરકાર ગુજરાતમાં બનશે.

કડવા અને લેઉવા પાટીદાર એક થયાથોડા દિવસ અગાઉ જૂનાગઢમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર એક થયા હતા. મહત્વની વાત કરવામાં આવે તો કડવા પાટીદારનો ગઢ ઉત્તરગુજરાત માનવામાં આવી રહ્યો છે. અને લેઉવા પાટીદાર સૌરાષ્ટ્રમાં વધુ પકડ મજબૂત છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારો જે પણ પક્ષ સાથે જશે તે પક્ષને અનેક બેઠકોમાં ફાયદો કરાવી શકે તેમ હોવાનું એસપીજીના પ્રવક્તા પૂર્વીન પટેલે જણાવ્યું હતું. આમ ગુજરાત વિધાનસભાની 64 એવી બેઠકો છે. જેમાં ફક્ત પાટીદાર સમાજનું જ પ્રભુત્વ છે. જ્યારે 100થી વધુ બેઠકો એવી છે, જ્યાં પાટીદાર સમાજ હાર જીતમાં મહત્વની કામગીરી કરી શકે છે.

11 સપ્ટેમ્બરના દિવસે PM મોદીએ કરી હતી પ્રશંસાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 11 સપ્ટેમ્બરના રોજ પાટીદાર સમાજની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પાટીદાર સમાજ માટે કહ્યું હતું કે, પાટીદાર સમાજ જ્યાં પણ જાય છે ત્યાં વેપારને નવી ઓળખ મળે છે. તમારો આ હુન્નર ગુજરાત નહી, દેશમાં નહી પણ પુરી દુનિયામાં ઓળખાઈ રહ્યો છે. પાટીદાર સમાજની બીજી સારી ખૂબી છે કે તે જ્યાં પણ જાય અને જ્યાં રહે છે ત્યાં ભારતનું હિત સર્વોપરી રહે છે. વડાપ્રધાન મોદીના આ શબ્દો પાટીદાર સમાજની એકતા માટે ખૂબ જ મહત્વના છે. વિધાનસભા ચૂંટણી માથે ઊભી છે. ત્યારે પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપ સરકાર હાજર હતી. એટલે કે હવે પાટીદારોને પડખે લેવા માટે ભાજપ એકપણ તક જતી કરવા માંગતું નથી.

44 ટકા વોટ શેરિંગ પાટીદારનું છેગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની (patidar factor in Gujarat elections) મહત્વની ભૂમિકા રહી છે અને તેમનું અત્યાર સુધી વર્ચસ્વ રહ્યું છે. પાટીદારોનો 44 ટકા વૉટ શેર છે, આથી પાટીદારોને તમામ પક્ષના નેતાઓ વધુ મહત્વ આપે છે. તાજેતરમાં કડવા પટેલ અને લેઉઆ પટેલ એક થયા છે અને પાટીદાર સમાજ માટે વિચારવાનો સમય છે, તેવા નિવેદનો સામે આવ્યાં હતાં. તાજેતરમાં કેન્દ્રમાં મોદી (PM Narendra Modi) સરકારે પાટીદાર નેતાઓ રૂપાલા અને માંડવિયાને આગળ કરીને પ્રમોશન આપ્યું હતું, તેમને કેબિનેટ લેવલના પ્રધાનો બનાવ્યાં, જેથી કરીને પાટીદારોને રીઝવવાનો એક પ્રયાસ થયો તેમ મનાય છે. આ વાત મનસુખ માંડવિયાએ સૌરાષ્ટ્રમાં એક સભામાં કરી પણ હતી.

નીતિન પટેલે શું કહ્યું હતું પાટીદાર સમાજ માટેબીજી તરફ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માણસાના સામાજિક સમારોહમાં કહ્યું હતું કે, માણસા આસપાસના પાટીદારોમાં પાવલી અને રૂપિયો સમાજ છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અવારનવાર મીટિંગમાં પૂછતા હતા કે હવે પાવલી અને રૂપિયો ભેગા થાય તો સવા રૂપિયો થાય. ગુજરાતી સંસ્કૃતિમાં સવા શુંકનવંતુ સ્થાન છે. આથી તમામ પાટીદાર સમાજે એક થવાની જરૂર છે. જો તમામ એક થાય તો હું તે અંગે મારી પાર્ટીમાં વાત કરીશ કે બધા ભેગા થઈ ગયા છે.

મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએસૌરાષ્ટ્રના ખોડલધામના વડા નરેશ પટેલ (Khodaldham Naresh Patel) ખૂબ ચર્ચામાં રહ્યા છે. તેમણે વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા, ત્યારે અવારનવાર નિવેદન કરતાં હતા કે મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએ. વિધાનસભાની ચૂંટણી આવતી હોય તેના દોઢ વર્ષ પહેલા આવી વાત કરી, જેની ખૂબ મોટી અસર પડી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે સીએમ વિજય રૂપાણીની સરકારનું રાજીનામું લઈ લીધું અને પાટીદાર સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) લીધા. અને ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ આખી નવી સરકારની વરણી કરી હતી. પાટીદાર ઈફેક્ટનો આ સૌથી મોટો દાખલો છે કે પાટીદાર પાવરથી રાજકીય ઉથલપાથલ થઈ શકે છે અને મુખ્યપ્રધાનનો ચહેરો રાતોરાત બદલાઈ ગયો.

પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છેગુજરાત ભાજપની જનઆશિર્વાદ યાત્રા નીકળી હતી, તેના પ્રથમ દિવસે જ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજકોટમાં પાટીદારોના સંમેલનમાં કહ્યું હતું કે, પાટીદાર અને ભાજપ વચ્ચે નાડી અને નાભિ જેવો સંબધ છે, પાટાદાર એટલે ભાજપ. મનસુખભાઈએ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મને અને કડવા પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. અને વખતોવખત તેમણે પાટીદારોને ખ્યાલ રાખ્યો છે. આ નિવેદન પરથી સાબિત થાય છે કે પાટીદાર રાજકીય પક્ષમાં કેટલો મહત્વનો છે.

પાંચ પાટીદાર સીએમ બન્યા છે, તેમાં ત્રણ બબ્બેવાર મુખ્યપ્રધાનગુજરાતના પાટીદારો રાજકારણમાં વધુ રસ દાખવી રહ્યા છે, અને સૌથી વધુ નેતાઓ પાટીદાર રહ્યા છે અને મુખ્યપ્રધાન પદ સુધી પણ પહોંચ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 17 મુખ્યપ્રધાન બન્યા છે, તેમાં (1) ચીમનભાઈ પટેલ, (2) બાબુભાઈ જસભાઈ પટેલ (3) કેશુભાઈ પટેલ (4) આનંદીબહેન પટેલ (5) ભૂપેન્દ્ર પટેલ. આમ પાંચ પાટીદારો મુખ્યપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. તેમાં ચાર મુખ્યપ્રધાન લેઉઆ પટેલ છે, અને ભૂપેન્દ્ર પટેલ કડવા પટેલ છે. તેમાં બાબુભાઈ જસભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ બબ્બેવાર મુખ્યપ્રધાન બન્યા હતા.

પાટીદાર અનામત આંદોલનની અસર 2017ની ચૂંટણીમાં2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat elections) પહેલા ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું. અને તેની ઇફેક્ટ 2017ની ચૂંટણીમાં જોવા મળી હતી. ભાજપ ફક્ત 99 બેઠક પર સીમિત થયું હતું અને કોંગ્રેસની બેઠકમાં વધારો થઈને 77 બેઠક પર જીતી મેળવી હતી. હવે ફરીથી પાટીદાર સમાજનો પાવર વિધાનસભા 2022ની ચૂંટણીમાં જોવા મળી શકે છે.

વર્ષ 2022 ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ જ મુખ્યપ્રધાનનો ચહેરોવર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat elections) વર્તમાન ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જે મુખ્યપ્રધાન તરીકેના ચહેરા સાથેની ચૂંટણી લડવામાં આવશે. જ્યારે ગુજરાતમાં યોજાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ભુપેન્દ્ર પટેલના નામનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ભાજપ પક્ષે આડકતરી રીતે અનેક વખત સાંકેતિક ઈશારા પણ આપી દીધા છે, જેમાં 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જ રહેશે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ એકદમ સાફ ચહેરો અને કોઈપણ પ્રકારના નેગેટિવ ઈમેજ ધરાવતા નથી. સાથે જ પાટીદાર ચહેરો હોવાના કારણે વધુમાં વધુ પાટીદાર સમાજના મત ખેંચી શકાય તે રીતનું આયોજન ભાજપનું છે.

2022ની ચૂંટણીમાં પટેલો નિર્ણાયક ભૂમિકામાંટૂંકમાં પાટીદાર સમાજ રાજકીય ક્ષેત્રે (patidar community in gujarat) અને રાજકીય પક્ષો માટે ખૂબ મહત્વના રહ્યા છે અને રહેશે. કારણ કે, પટેલોનો 44 ટકા વોટ શેર છે, તે ધારે તે પક્ષની સરકાર લાવી શકે છે. સરદાર પટેલનું નામ અને તેમના કરેલા કામને યાદ કરીએ તો દેશ માટે વફાદારીથી કામ કરનાર પાટીદારો છે, તેવી એક છાપ ઉભી થાય છે. હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં પણ પાટીદાર સમાજ ખૂબ મોટી નિર્ણાયક ભૂમિકા ભજવશે તે નક્કી છે.

ઉદ્યોગ બાદ રાજકારણમાં પાટીદાર સમાજ નું પ્રભુત્વ : રાજકિય વિશ્લેક્ષકરાજકીય વિશ્લેષક જયવંત પંડયાએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની વસ્તીમાં પાટીદારોની વસ્તી (patidar community in gujarat) સૌથી વધુ છે, જેની આસર રાજકારણમાં પણ જોવા મળે છે, આ ખંતેલી અને મહેનતુ પ્રજા ગુજરાતમાં અને વિદેશમાં પણ ખૂબ જ આગળ વધી છે, જ્યારે ધંધા ઉદ્યોગમાં ખૂબ પ્રગતી કરી છે, એક સમયે માધવસિંહ સોલંકીની કોંગ્રેસની સરકાર હતી ત્યારે પાટીદારો સિવાય ખામ થિયરી ના આધારે વિક્રમજનક રીતે ચૂંટણી જીતી હતી , પરંતુ પછી ભાજપ પક્ષ ની સાથે પાટીદારો થતા ભાજપ પક્ષ નો સત્તામાં ઉદય હતો, એ પછી સતત રાજકરણમાં પટીદારીઓ નું પ્રભુત્વ જોવક મળે છે, વર્ષ 2015માં આંદોલન દ્વારા એ પ્રભુત્વ વિસ્તરી ને આમ આદમી પાર્ટી સુધી પહોંચ્યું છે જો કે કોંગ્રેસમાં પાટીદારો નું પરંભૂતવ જોવા મળતું નથી.

Last Updated : Oct 11, 2022, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details