ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસ માટે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની નિમણૂક - ગુજરાત સરકાર

ગુજરાતમાં જમીન સંપાદનના 2013ના કાયદા હેઠળ સંપાદન કરવામાં આવતી જમીનનું વળતર નક્કી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. અગાઉ જમીન સંપાદન કાયદામાં આવી વધારાના વળતર સંબંધી અરજીઓ જિલ્લા અદાલત સમક્ષ કરવાની જોગવાઇ હતી, જેના નિકાલમાં ઘણો સમય વ્યતિત થતો હતો. આ રેફરન્સ હવે નવા કાયદા હેઠળ ઓથોરીટી સમક્ષ કરવાના થાય છે. રાજયના ખેડૂતોને રેફ. અરજીઓના સંદર્ભે દૂર દૂરથી ગાંધીનગર અથવા અમદાવાદ સુધી આવવું નહીં પડે. આ ઓથોરીટીએ ફકત વળતર સંબંધી કેસોનો જ નિકાલ કરવાનો હોવાથી આવા કેસોનો ઝડપથી નિકાલ થશે.

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસ માટે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની નિમણૂક
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસ માટે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની નિમણૂક

By

Published : Jul 30, 2020, 6:26 PM IST

ગાંધીનગરઃ મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે જમીન સંપાદનના વળતરના પ્રશ્નો સંદર્ભેની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર સાબિત થશે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે આ નિર્ણયના કારણે સંપાદન થતી ખેડૂતોના વળતર સંબંધી પ્રશ્નો સંદર્ભે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ઝડપથી નિકાલ થશે. કલમ 23 હેઠળ નિયત કરવામાં આવેલ વળતરની રકમથી કોઇ ખેડૂત ખાતેદાર અથવા હિતધારકોને અસંતોષ હોય તો કલમ 64 હેઠળ વધારાના વળતર માટે રેફરન્સ અરજી કરવાની જોગવાઇ છે.

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસ માટે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની નિમણૂક
શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ, 1976 અંતર્ગત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજ્કોટ, જામનગર અને ભાવનગર શહેરી સંકુલોમાં ટોચ મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા ઇસમોએ ભરેલ ડેકલેરેશન ફોર્મ સંબંધે કલમ – 8‌(4) થી કલમ – 10(6) સુધીની કાયદાની કાર્યવાહી હાથ ધરી વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો સરકાર હસ્તક કબજો સંભાળવામાં આવતો હતો. અત્યાર સુધી જે કેસોમાં કાયદાની કલમ – 10(3) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય અને વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેવા કેસો સાથે સંબંધીત જ્મીનોને “ના વાંધા પ્રમાણપત્ર” આપવાની / આખરી નિર્ણય કરવાની કાર્યવાહી સરકારકક્ષાએથી કરવામાં આવતી હતી. મહેસૂલી ક્રાંતિ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા 22 જેટલી સેવાઓ ઓનલાઇન કરીને વહીવટી કાર્ય પદ્ધતિમાં ઝડપ અને પારદર્શક્તા લાવવામાં આવી છે. તે સંદર્ભે “ના વાંધા પ્રમાણપત્ર” આપવાની કામગીરીમાં ઝડપ અને સરળતા માટે રાજ્ય સરકારે સત્તાનું વિકેંદ્રીકરણ કરીને કલેકટરોને નીચે મુજબની વધુ સત્તા આપવા માટે નિર્ણય કરેલ છે.
  • અધિનિયમ હેઠળ જે કેસોમાં કાયદાની કલમ 10(5) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય પરંતુ વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેમજ કોઇ કોર્ટ લીટીગેશન થયેલ ન હોય તેવા કેસ.
  • અધિનિયમની કલમ 20 અન્વયેની ખેતી મુક્તિ અને કલમ 21 અન્વયેની આવાસ યોજના અંગેના પ્રકરણોમાં જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય અને કોઇ કોર્ટ કેસ થયેલ ન હોય ઉપર મુજબના બન્ને કેસોમાં આખરી નિર્ણય કરવાની સત્તા કલેકટરને આપવામાં આવી છે.
    કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.17.07.2020 થી લોકઅદાલત જેવું તંત્રની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે મહેસૂલ વિભાગના 33 જિલ્લા કલેક કક્ષાએ, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ તથા નોંધણી સર નિરીક્ષકની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે.

    જિલ્લા કક્ષાની સમિતિઓમાં જે તે જિલ્લાના કલેકટર તથા નજીકના અન્ય બે જિલ્લાના કલેકટર એમ કુલ 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના ખાતાની સમિતિમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, સુપ્રી. ઓફ સ્ટેમ્પસ તથા જિલ્લા કલેકટર ગાંધીનગર એમ કુલ 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ખાતાની સમિતિમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ, જિલ્લા કલેકટર અરવલ્લી તથા જિલ્લા કલેકટર ગાંધીનગરનો એમ કુલ 3 નો સમાવેશ સમિતિમાં કરવામાં આવ્યો છે. નોંધણી સર નિરીક્ષકની ખાતાની સમિતિમાં નોંધણી સર નિરીક્ષકની જિલ્લા કલેકટર અરવલ્લી તથા જિલ્લા કલેકટર ગાંધીનગરનો એમ કુલ 3 નો સમાવેશ સમિતિમાં કરવામાં આવ્યો છે.

    ખાતાના વડાઓ હસ્તકના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસમાં જો વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીને હળવી કે ભારે શિક્ષા માટે આરોપનામું બજવેલ હોય ત્યારે તેઓ આરોપનામા સંબંધમાં તેમની રજુઆત “ઉચ્ચ કક્ષાની સમિતિ” સમક્ષ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણય જો કર્મચારીને માન્ય હોય તો તે મુજબ હુકમો કરીને કેસોના નિકાલ કરી શકે છે. આમ, તેમના કેસનો શિસ્ત અધિકારી અને કર્મચારીની પરસ્પરની સંમતિથી સત્વરે નિકાલ આવી શકે અને કર્મચારીને ખાતાકીય તપાસની લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે.

ABOUT THE AUTHOR

...view details