ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ થશે, કરોડોની મિલકતો થશે હવે કાયદામાન્ય - એપેલેટ ઓથોરીટીની રચના

ગુજરાતમાં રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષ બેઠકનું આયોજન થયું હતું. જેમાં લોકોને સતાવી રહેલા પ્રશ્ન ઇમ્પેક્ટ ફી બાબતે પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાને ઇમ્પેક્ટ ફીના (Impact fee law) નિયમ (Impact fee law implemented in Gujarat) બાબતે જણાવ્યું હતું કે, ઇપેક્ટ ફીનો કાયદો હવે દસ વર્ષ પછી ફરીથી નિયમ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ઇપેક્ટ ફીનો કાયદો લાગુ થશે, કરોડોની મિલકતો થશે હવે કાયદામાન્ય
ગુજરાતમાં ઇપેક્ટ ફીનો કાયદો લાગુ થશે, કરોડોની મિલકતો થશે હવે કાયદામાન્ય

By

Published : Oct 18, 2022, 9:41 PM IST

Updated : Oct 19, 2022, 7:44 AM IST

ગાંધીનગરરાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિગતવારની ચર્ચા કરવામાં આવે તો દિવાળીના તહેવારોને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબર 2022થી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

હવે દસ વર્ષ પછી આ જ ફરીથી નિયમ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે

10 વર્ષ પછી ફરી નિયમ લાવવામાં આવ્યોમહત્વના છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યના અનેક લોકોને સતાવી રહેલા પ્રશ્ન ઇમ્પેક્ટ ફી (Impact fee law) બાબતે પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણયકર્યો છે. જેમાં રાજ્યપાલ વટહુકમ બહાર પાડીને રાજ્યમાં ફરીથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલીકરણ (Impact fee law implemented in Gujarat ) કર્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન (Education Minister of Gujarat) જીતુ વાઘાણીએ ઇમ્પેક્ટ ફીના નિયમ (Impact Fee Rules) બાબતે સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2011માં આ લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મિલકતો જે ગેરકાયદેસરની હતી તે કાયદેસર કરવામાં આવી હતી. ત્યારબાદ હવે દસ વર્ષ પછી આ જ ફરીથી નિયમ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે.

નિયમ બદ્ધ શુ નહી થઈ શકે અને કેટલી ફી ભરવાની રહેશે

4 માસ સુધીમાં કરવામાં આવશે અરજીઆ નિયમથી રાજ્યમાં મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા અને જિલ્લામાં બિનઅધિકૃત થયેલા બાંધકામોને અધિકૃત કરવામાં આવશે જ્યારે એક ઓક્ટોબર 2022 પહેલાના બાંધકામોને જ આનો લાભ પ્રાપ્ત થશે જ્યારે આ નિયમ રાજ્યની તમામ કોર્પોરેશન અને નગરપાલિકામાં લાગુ પડશે. જીતુ વાઘાણી એ વધુમાં નિવેદન આપ્યું હતું કે રાજ્યપાલની સહીથી રાજ્ય સરકાર દ્વારા આજે આ વોટ હુકમ બહાર પાડવામાં આવ્યો છે અને આવનારા ચાર મહિના સુધી રાજ્યના અનઅધિકૃત રીતે થયેલ બાંધકામ ના માલિકો કોર્પોરેશનમાં જે તે અધિકારીને અરજી કરી શકશે.

સમય મર્યાદા

રાજ્ય સરકાર દ્વારા ઓથોરીટીની રચનાજે અરજી થયા બાદ 3000ની પ્રાથમિક તબક્કાની ફી ભરવી પડશે. તે બાબત સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરીને પરવાનગી આપવામાં આવશે. જો કોઈ પણ સંજોગોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા અરજીને માન્ય ગણવામાં નહીં આવે તો અરજી કરતાં માટે એપેલેટ ઓથોરીટીની પણ રચના (Constitution of Appellate Authority) રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવી છે. તેમાં જઈને પણ અરજી કરવા અરજી કરી શકશે, આ ઉપરાંત તેરા કાયદા હેઠળ જે બાંધકામ અને નોટિસ આપવામાં આવેલ હશે. તેમનો આ નિયમમાં સમાવેશ થઈ શકશે નહીં.

Last Updated : Oct 19, 2022, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details