ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં પાણીના ભૂતિયા કનેક્શનને 500 રૂપિયા ચાર્જ લઈને રેગ્યુલર કરાશે : સીએમ વિજય રૂપાણી

રાજ્યમાં રહેણાંક મકાનમાં અનેક પાણીના ભુતીયા જોડાણો જોવા મળે છે. ત્યારે, આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 8 મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી તથા સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 31 ડિસેમ્બર સુધીમાં માત્ર 500 રૂપિયાની નજીવી ફી લઈને નિયમિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં પાણીના ભૂતિયા કનેક્શનને 500 રૂપિયા ચાર્જ લઈને રેગ્યુલર કરાશે : સીએમ વિજય રૂપાણી
રાજ્યમાં પાણીના ભૂતિયા કનેક્શનને 500 રૂપિયા ચાર્જ લઈને રેગ્યુલર કરાશે : સીએમ વિજય રૂપાણી

By

Published : Aug 22, 2020, 4:25 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશ્નર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને અનેક કામ અંગેની ચર્ચાઓ કરી હતી. આ ચર્ચામાં રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 31 ડિસેમ્બર સુધીમાં માત્ર 500 રૂપિયાની નજીવી ફી લઈને નિયમિત કરવામાં આવશે. જ્યારે નગરો અને મહાનગરોમાં ખાનગી ઝુપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી હોવાથી નિયમોનુસાર કનેક્શન આપવામાં આવશે.

આ ઉપરાંત ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યના અનેક રસ્તાઓ પર મોટા ભૂવા પડી ગયા છે. જેની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે દિવાળી પહેલા રાજ્યના શહેરોના તમામ રોડ રસ્તાનું રીપેરીંગ નવીનીકરણ કામ પૂર્ણ કરવાની પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂચના આપી છે. જ્યારે નાગરિક કેન્દ્રિત સેવાઓ ઓનલાઇન અને ફેસ કરવાની વ્યવસ્થાઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આમ રાજ્ય સરકારે મહત્વના બે નિર્ણયો કર્યા હતા. જેમાં ભૂતિયા પાણીના કનેક્શનને 500 રૂપિયાની નજીવી ફી લઈને રેગ્યુલર કરવા તથા વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઇ ગયા છે. તેને દિવાળી સુધીમાં સરખા કરવાની સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details