ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાડીમાં MP, MLA, POLICE કે અન્ય હોદ્દાનું બોર્ડ બાબતે બબાલ, ગેરકાયદે બોર્ડ લગાવીને ફરી રહ્યા હોવાની રજૂઆત - જાહેર હિસાબ સમિતિ

ગુજરાતમાં ખાનગી વાહનોને લઈને ચાલતી બબાલ કે જેમાં ઉચ્ચ હોદ્દાધીકારીઓ દ્વારા પોતાની ગાડી પર બોર્ડ લગાડવું એ ગુનો બને છે. જેને લઈને શહેરની પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ(Special drive by police) મુદ્દે ધ્યાન મુકવામાં આવે છે. આ બાબતે વિધાનસભામાં મળેલી જાહેર હિસાબ સમિતિની(Public Accounts Committee) બેઠકમાં આ મુદ્દે રજૂઆત કરાઈ હતી.

ગાડીમાં MP, MLA, POLICE કે અન્ય હોદ્દાનું બોર્ડ બાબતે બબાલ, ગેરકાયદેસર બોર્ડ લગાવીને ફરી રહ્યા હોવાની રજૂઆત
ગાડીમાં MP, MLA, POLICE કે અન્ય હોદ્દાનું બોર્ડ બાબતે બબાલ, ગેરકાયદેસર બોર્ડ લગાવીને ફરી રહ્યા હોવાની રજૂઆત

By

Published : Jun 27, 2022, 9:34 PM IST

ગાંધીનગર: રાજ્યમાં ખાનગી વાહનો આ કોઈ પણ પ્રકારના નામ અને હોદ્દો લાગવવાનો ગુનો(Illegal Designation boarding on Private Vehicle) બને છે. જ્યારે રાજ્યની અલગ અલગ શહેર અને પોલીસ દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ(Special drive by police) પણ કરવામાં આવે છે, ત્યારે વિધાનસભામાં મળેલી જાહેર હિસાબ સમિતિની બેઠકમાં જાહેર હિસાબ સમિતિના સભ્ય વિરજી ઠુમમર ખાનગી ગાડીમાં સાંસદ સભ્ય ધારાસભ્ય પોલીસ કે કોઈપણ અન્ય પ્રકારના હોદ્દાનું બાબતે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો:શોભાના ગાંઠિયા સમાન RTO: 50 કિમી દૂરથી આવતા લોકોને ધરમના ધક્કા

વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર કર્યો - ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ(Public Accounts Committee) દ્વારા વાહનો પર અનઅધિકૃત રીતે પોલીસ ધારાસભ્ય સંસદસભ્ય કે અન્ય દર્શાવતું બોર્ડ લગાવવામાં આવતું હોય છે. તેવા ચિંતા વ્યક્ત કરીને યોગ્ય પગલા લેવા બાબતે રાજ્યના વાહન વ્યવહાર વિભાગને સૂચના આપી હતી ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર કરીને ગુજરાત મોટર વાહન 1989ની કલમના નિયમ 125 હેઠળની જોગવાઈ વિરુદ્ધનું છે, તેમજ કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 177 હેઠળ દંડને પાત્ર છે. રાજ્યમાં આવા અનઅધિકૃત લખાણ ધરાવતા વાહનોનું ચેકિંગ કરી વાહનો ઉપરના અનઅધિકૃત લખાણ દૂર કરવા અને કાયદેસરના પગલાં લેવા માટેની પણ જરૂરી કાર્યવાહી કરવાની સૂચના વાહન વ્યવહાર કમિશનર(Commissioner of Vehicle Transactions) દ્વારા આપવામાં આવી છે.

વાહન વ્યવહાર પ્રધાન પર અનેક ફોન આવ્યા -વાહન વ્યવહાર વિભાગ(Department of Vehicle Transactions) દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તે પરિપત્રને ધ્યાનમાં લઇને રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન તેમણે મોદી ઉપર ગણતરીના કલાકોમાં અનેક પણ આવી ગયા હતા. આ આકરો કાયદો કર્યો છે અને કોઇ પ્રકારનો નોટિફિકેશન છે. તે બાબતના અનેક ધારાસભ્યો અને આગેવાનોએ ફોન કરીને જાણ કરી હતી. ઉલ્લેખનીય એ છે કે આ સમગ્ર ઘટનાથી વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી અજાણ હતા. જ્યારે જાણ થઈ ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે અધિકારીઓની બેઠક પણ બોલાવીને આ મુદ્દા પર ચર્ચા કરી હતી. જ્યારે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે.

અમરેલીનો દાખલો આપ્યો -વિધાનસભાની જાહેર સાહસોની સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રવચન આપ્યું હતું. જેમાં અમરેલીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, અમરેલીમાં ગણતરીના જ ધારાસભ્યો છે. તેમ પણ અનેક ગાડીઓમાં ધારાસભ્ય લખેલું જોવા મળે છે. જ્યારે અનેક ગાડીઓ કે જેમાં અનઅધિકૃત રીતે પોલીસ અને પ્રેસ લખેલું પણ જોવા મળે છે. આવી ગાડીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો:ગુજરાત સરકારના નિર્ણયોને આવરી લેતું સંકલિત પુસ્તક થયું રીલીઝ, શું છે આ પુસ્તકમાં?

મીટિંગમાં છું પછી વાત કરું -આ સમગ્ર ઘટના બાબતે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર સાથે ટેલિફોનિક વાતચીત કરીને વધુ વિગત લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિરજી ઠુમ્મર કોઈ મીટિંગમાં વ્યસ્ત હોવાના કારણે 'પછી વાત કરું છું' તેઓ પ્રત્યુત્તર આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details