- રાજ્ય સરકાર શ્રમ રોજગરમાં શ્રમિકો માટે કરશે તમામ કામકાજ
- બાળ મજૂરી માટે રાજ્ય સરકાર કડક કાયદાનો અમલ કરાવશે
- પંચાયત વિભાગમાં પણ કરવામાં આવશે મોટા પાયે કામકાજ
ગાંધીનગર : ભુપેન્દ્ર પટેલની કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનો દ્વારા આજે વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવી રહ્યો છે. પૂજાવિધિ કરીને પ્રધાનો પોતાના ચેમ્બરમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ETV Bharat સાથે રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર તથા પંચાયતી વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં મિરજાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં બાળમજૂરી પર પ્રતિબંધ છે, પરંતુ જો એવી ઘટના સામે આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
શ્રમિકો માટે કરવામાં આવશે આયોજન
બ્રિજેશ મિરજાએ ETV Bharat સાથે વધુમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના સ્વામી અને રોજગારનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના શ્રમિકો અને કામદારો માટે નવી યોજનાઓ લાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં કોઈપણ શ્રમિકો બેરોજગાર નહીં રહે. સાથે જ પીડિત શ્રમિકો માટે પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.