- રાજ્યમાં કોવિડની મહામારીમાં પોલીસ બની એક્ટિવ
- રાજ્ય સરકારની જાહેરાત સવારે 9થી 3 જ વેપાર ધંધા ચાલુ
- પોલીસ ગમે ત્યારે કરી શકશે ચેકિંગ
- જો ગાઈડલાઇન્સનું પાલન નહીં થાય તો વેપાર ધંધા થશે બંધ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આંશિક નિયંત્રણે લગાવીને નાના વેપારીઓને રાહત આપી છે. આ સાથે જ 9:00થી 3 કલાક સુધી જ વેપાર રોજગાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 3 વાગ્યા સુધી જ વેપાર રોજગાર ચાલુ રાખી શકાશે જો 3 કલાક પછી કોઇપણ વેપારી પોતાનો વેપાર ચાલુ રાખ તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 99 ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં, 6,49,000નો દંડ ભરાયો
લગ્નમાં પોલીસનું ચેકિંગ
રાજ્યમાં જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 વ્યક્તિઓ ફિક્સ કરવામાં આવ્યા હતા જ્યારે અંતિમવિધિમાં 20 વ્યક્તિઓની જ હાજરી ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે લગ્ન બાબતે રાજ્ય સરકારે ઓનલાઈન અરજી કરીને લગ્નની પરવાનગી માટેની સૂચના આપી હતી. આ બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2,041 લગ્નમાં પોલીસનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં 109 ગુના વગર માસ્ક અને 50થી વધુ લોકો સામેલ હોય તેવા 11 કેસ દાખલ કરવામાં આવ્યો છે.