ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યસભાની ચૂંટણી યોજાય તો ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભા કેમ નહીં ? : વિપક્ષ નેતા - Gujarat Corona News

ગાંધીનગર શહેરમા વધતા કેસોને લઇ ગાંધીનગર મહાપાલિકા વિપક્ષના નેતા દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યુ હતુ કેે, રાજ્ય સભાની ચૂંટણી યોજી શકાય છે. તો ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભા કેમ નહી?

રાજ્યસભાની ચૂંટણી યોજાય તો ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભા કેમ નહીં ? : વિપક્ષ નેતા
રાજ્યસભાની ચૂંટણી યોજાય તો ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભા કેમ નહીં ? : વિપક્ષ નેતા

By

Published : Jul 2, 2020, 3:31 PM IST

Updated : Jul 2, 2020, 3:51 PM IST

ગાંધીનગરઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. ત્યારે ગાંધીનગર મહાપાલિકા વિપક્ષના નેતા દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સભાની ચૂંટણી યોજી શકાય છે. તો ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભા કેમ નહી?

રાજ્યનું પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લાનો વિસ્તાર અન્ય જિલ્લાઓની સરખામણીમાં ખૂબ જ નાનો છે. પરંતુ કોરોના વાઇરસના ફેલાવવામાં ગાંધીનગર 4 નંબરે જોવા મળી રહ્યુ છે. તે રીતે જોવા જઈએ તો ખૂબ જ વધુ કેસ કહી શકાય ત્યારે રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. પરંતુ બજારોમાં ખુલ્લેઆમ લોકો ફરી રહ્યા છે, તેને લઈને ગાંધીનગર શહેરમાં આગામી સમયમાં કોરોના વાઇરસ વધવાની સંભાવના છે. તેવી શંકા મહાનગર પાલિકાના વિપક્ષી નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા વ્યક્ત કરી છે.

મહાનગર પાલિકાના વિપક્ષી નેતાએ મેયરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, શહેર વિસ્તાર એક સમય માટે કોરોના મુક્ત થઈ ગયો હતો. પરંતુ તંત્રની બેદરકારીના કારણે ફરીથી માથું ઉંચકતા ગાંધીનગર શહેરમાં કોરોના વાઇરસથી દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. ત્યારે મહાપાલિકા દ્વારા કોમર્શિયલ એકમ ઉપર વેરામા 30 ટકા રાહત આપવામાં આવી છે. પરંતુ રહેણાક વિસ્તાર ગાંધીનગરમાં વધારે છે જ્યારે તેમાં 10 ટકાની છૂટ આપવામાં આવી છે. પરંતુ મારી એવી માગ છે કે, વધુ 10 ટકા રાહત આપવામાં આવે જ્યારે સામાન્ય સભા બોલાવીને ગાંધીનગરના પ્રશ્નોને વાચા આપવામાં આવવી જોઈએ.

Last Updated : Jul 2, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details