ગુજરાત

gujarat

ETV Bharat / city

રામ મંદિર શિલાન્યાસ : 30 વર્ષ સુધી મીઠાઈ ન ખાધી, મારુ નહીં પણ સમગ્ર દેશનું સપનું પૂર્ણ થયું: ભુપેન્દ્રસિંહ ચુડાસમા - Bhupendrasinh Chudasama News

રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રામ મંદિરના બને ત્યાં સુધી મેં મીઠાઈ નહીં ખાવાનો સંકલ્પ લીધો હતો. તેઓએ કહ્યું હતું કે, 9 નવેમ્બરના રોજ સુપ્રીમકોર્ટ દ્વારા રામ મંદિરનો નિર્ણય આવ્યો ત્યારે સૌથી વધારે હું ખુશ થયો હતો ત્યારે મારી માતાએ મને મિઠાઇ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.

Exclusive
ભુપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Aug 4, 2020, 7:54 PM IST

ગાંધીનગર: દેશમાં વર્ષો સુધી ગૂંચવાયેલા કોયડા સમાન પ્રશ્ન એવો રામ જન્મભૂમી અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ બુધવારે અયોધ્યા ખાતે થઇ રહ્યું છે ત્યારે, રામ મંદિરનું નિર્માણ ન થાય ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાવ હું મીઠાઈ નો ત્યાગ કરું છું આવો સંકલ્પ લેનારા રાજ્યના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ETV Bharat સાથે રામ મંદિર મુદ્દે પોતાના અનુભવ વાગોળ્યા હતા.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા Exclusive

અયોધ્યામાં રામ મંદિરનો બુધવારના રોજ શિલાન્યાસ થવાનો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક મહાન સાધુ સંતો અયોધ્યામાં હાજર રહેવાના છે ત્યારે રામ મંદિરના શિલાન્યાસ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રામ મંદિરના બને ત્યાં સુધી મેં મીઠાઈ નહીં ખાવાનો સંકલ્પ લીધો હતો. 9 નવેમ્બરના રોજ સુપ્રીમકોર્ટ દ્વારા રામ મંદિરનો નિર્ણય આવ્યો ત્યારે સૌથી વધારે હું ખુશ થયો હતો ત્યારે મારી માતાએ મને મિઠાઇ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.

જ્યારે 30 વર્ષ સુધી મેં મીઠાઈ નથી ખાધી આ સમય દરમિયાન મારા ઘરમાં મારા દીકરાના લગ્ન આવ્યા અનેક સામાજીક અને રાજકીય અવસરમા જવાનું થયું પરંતુ, ત્યાં પણ મેં મીઠાઈ નથી ખાધી. શરૂઆતના દિવસોમાં લોકો મને મીઠાઈ ખાવા માટે આગ્રહ કરતા હતા પણ જેમ જેમ લોકોને ખબર પડવા લાગી ત્યારબાદ મને કોઈ મીઠાઈ માટેનું આગ્રહ કરતા ન હતા. જ્યારે મારા અંગત અને પરિવારજનો મારા વકીલ બનીને બાપુ મીઠાઈ નથી ખાતા તેવી વકીલાત કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા કેબિનેટ બેઠક પૂર્ણ કરીને ઓફિસમાં જ હાજર રહીને લાઈવ અયોધ્યાનો કાર્યક્રમ નિહાળશે.

ABOUT THE AUTHOR

...view details