- રાજ્યમાં કોરોનાને લઇ સરકારે લગ્ન અને અંતિમવિધિમાં સંખ્યા ઘટાડી
- કેવડીયામાં સ્પીકર કોંફરન્સમાં 400 લોકો રહેશે હાજર
- ઓમ બિરલાનું નિવેદન : દેશના હિત માટે યોજાઈ રહી છે કોન્ફરન્સ
સરકારે લગ્ન અને અંતિમવિધિમાં સંખ્યા ઘટાડી તો શું કેવડીયા કોલોનીમાં 400 લોકો આવશે એ વ્યવસ્થા બરાબર? - Speaker Conference
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ ઉપરાંત હવે લગ્ન સમારોહ અને અંતિમ વિધિના કાર્યક્રમમાં પણ હાજર રહેનારાઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. ત્યારે કેવડિયા કોલોની ખાતે યોજાનારી સ્પીકર કોન્ફરન્સ મુદ્દે પત્રકાર પરિષદમાં લોકસભાના સ્પીકરને સવાલ કરવામાં આવ્યાં હતાં કે 400 લોકોની ભીડ થશે એવી સ્પીકર કોન્ફરન્સ યોજવી જરૂરી છે ?
ગાંધીનગર: એક બાજુ રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન સમારોહમાં 100 લોકોને અને અંતિમવિધિના કાર્યક્રમમાં 50 લોકોને પરવાનગી આપી છે. ત્યારે કેવડિયા કોલોની ખાતે યોજાનારા કાર્યક્રમમાં 400થી વધુ લોકો એકઠાં થઈ રહ્યા છે. આ અંગેના પ્રશ્ન લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવ્યાં હતાં ત્યારે ઓમ બિરલાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ દેશના હિત માટે થઈ રહી છે ભવિષ્ય માટે થઈ રહી છે અને આ કોન્ફરન્સમાં અમે covid 19ના તમામ નિયમોનું પાલન કરીશું.