- કોરોનાના કારણે આવાસ યોજનાને લોકોની નિરસ પ્રતિસાદ
- ધંધા અને નોકરી અને રોજગાર પર અસર થતા આ પરિસ્થિતિ
- જૂન મહિનાની અંતિમ તારીખ જુલાઈ સુધી લંબાઈ શકે છે
ગાંધીનગર: GUDA (Gandhinagar Urban Development Authority) દ્વારા ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ માટે ઈડબલ્યૂએસના મકાનોની સ્કીમ જાહેર કરવામાં આવી છે. 20 માર્ચથી મકાનોની સ્કીમની જાહેરાત GUDA દ્વારા ગાંધીનગરના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવી છે, જેમાં સરગાસણ, વાવોલ, પેથાપુર જેવા વિકસિત વિસ્તારોમાં આ સ્કીમ બનશે. ઈડબલ્યૂએસના 2,100 મકાનોની સ્કીમ ટોટલ છે, પરંતુ અત્યાર સુધી ત્રણ મહિનામાં GUDAને માત્રે 1,427 લોકોના ફોર્મ મળ્યા છે. તેનો અર્થ લોકોમાં કોરોનાના પગલે નિરસતા હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કારણે લોકોના નોકરી, ધંધા પર પણ અસર થઈ છે. આ કારણે ઈડબલ્યૂએસની સ્કીમમાં પણ લોકો ફોર્મ ઓછા ભરી રહ્યા છે.
આ પણ વાંચો-પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જમીનની ફાળવણી કરશે
15,772 ફોર્મ વેચાયા, પરંતુ પરત ઓફલાઈન માત્ર 1,286 મળ્યા અને ઓનલાઈન ફોર્મ 141 પરત ભર્યા બાદ મળ્યા
GUDAએ લોકોની સુવિધા માટે આ સ્કીમ બહાર પાડી છે, જેમાં 5,50,000 રૂપિયામાં લોકોને ઈડબલ્યૂએસ આવાસ યોજનાના મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ લોકોનું અત્યાર સુધીનો રિસ્પોન્સ ઘણો ઓછો જોવા મળ્યો છે. લોકોએ માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી ઓફલાઈન 1,286 ફોર્મ ભરીને GUDAને મોકલ્યા છે. જ્યારે ઓનલાઈન 141 ફોર્મ આવ્યા છે. ટોટલ 1,427 ફોર્મ પરત મળ્યા છે. જોકે, આ માટે લોકો 15,772 ફોર્મ લઈ ગયા છે,પરંતુ ભરીને પાછા આપવામાં લોકોમાં રસ ઓછો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ કોરોના હોઈ શકે છે. કોરોનામાં લોકોની આર્થિક પરિસ્થિતિ પર માઠી અસર પડી હોવાથી લોકો પણ આ મકાન લેતા પહેલા વિચારી રહ્યા છે.