અસામાજિક તત્વોને ડામવા ગૃહમાં થશે ખરડો પસાર, ગૃહપ્રધાન જાડેજાએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો - ગાંધીનગર
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે પાંચ અલગ-અલગ ખરડા પસાર કરવામાં આવનાર છે. જેમાં અસામાજિક તત્વો સામે કડક કાયદો બનાવવા માટે તેમજ તેની સામેના ખરડામાં સુધારો કરવાનો પ્રસ્તાવના રજૂ કરવામાં આવશે. જેને લઈ ગૃહપ્રધાને આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વધી રહેલા તોફાની તત્વોને ડામવા માટે થઈ વિધાનસભા ગૃહમાં કાયદામાં સુધારા અંગે પ્રસ્તાવના કરવામાં આવી છે. જેમાં અસામાજિક તત્વોનો આંતક, હત્યારો, ગુંડા તત્વોના આતંક, જાતીય સતામણી, દુષ્કર્મની ઘટનાઓ, દારૂ-જુગારના અઠ્ઠાઓ સહિત અન્ય તમામ ગુનાઓમાં આરોપીઓ જામીન મેળવીને છૂટી ન જાય તેવા હેતુસર કાયદામાં સુધારો કરીને આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવે તે અંગે બિલ રજૂ કરવામાં આવ્યું છે. જેને લઈ પ્રદીપસિંહ જાડેજાએ આજના દિવસને ઐતિહાસિક દિવસ તરીકે ગણાવ્યો છે.