ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે બપોરે અમદાવાદ આવી પહોંચે તેમ માનવામાં આવી રહ્યું છે. પહેલા તે નવરાત્રિના પ્રથમ દિવસે આવવાના હતા, પરંતુ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને લીંબડી બેઠકના ઉમેદવારનો અંતિમ ઓપ આપવા અને કાર્યકરોમાં ઉત્સાહ ભરવા તે આજે આવશે.
અમિત શાહ 7 મહિના પછી ગુજરાત આવી રહ્યા છે. તેઓ બપોરે બે વાગે અમદાવાદ પહોંચશે. આ સાથે તેઓ સામાજિક કારણસર પણ અમદાવાદ આવી રહ્યા છે. આ દિવસે આવીને તેઓ બીજા દિવસે પોતાના વતન માણસા જશે.
માણસામાં બહુચર માતાના તે આશીર્વાદ લેવાના હતા. અમિતશાહને કોરોના થયો હોવાના લીધે તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો સમય હોસ્પિટલમાં વીતાવવો પડ્યો હતો. તે બાદ સંસદીય કાર્યવાહી શરૂ થતા સંસદના ચોમાસું સત્રમાં પણ તેમણે હાજરી આપી હતી. અમિત શાહ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે નવરાત્રિમાં વતન આવવાનું ભૂલતા નથી. ત્યારે 17 તારીખે આવનાર ગૃહપ્રધાન અમિત શાહનો પ્રવાસના આયોજનમાં અંતિમ ઘડીએ ફેરફાર થયો છે. હવે તેઓ આજે ગુજરાત આવવાના છે ત્યારે પેટાચૂંટણી અંગે ચર્ચા કરશે.
આજે અમિત શાહ આવશે ગુજરાત
લોકડાઉનના 7 મહિના બાદ અમિત શાહ ગુજરાત આવશે
અમિત શાહનાં કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ કરાયો ફેરફાર