ગુજરાત

gujarat

ETV Bharat / city

સચિવાલયના તમામ બ્લોકમાં 2 હોમગાર્ડ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રિનિંંગ કરાશે

રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે ગાંધીનગર સચિવાલય ઓફિસ પણ કોરોના સંક્રમણથી બાકી રહી નથી. સચિવાલયના કર્મચારીઓમાં પણ કોરોના પોઝિટિવ થયા હોવાની ઘટના ભૂતકાળમાં સામે આવી છે.

home-guard-will-conduct-health-screening-of-personnel-in-all-blocks-of-the-secretariat
સચિવાલયના તમામ બ્લોકમાં 2 હોમગાર્ડ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરશે

By

Published : Jul 18, 2020, 11:01 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે ગાંધીનગર સચિવાલય ઓફિસ પણ કોરોના સંક્રમણથી બાકી રહ્યું નથી. સચિવાલયના કર્મચારીઓમાં પણ કોરોના પોઝિટિવ થયા હોવાની ઘટના પણ ભૂતકાળમાં સામે આવી છે. અત્યારે હવે જે રીતે કોરોનાનો આંકડો વધી રહ્યો છે. તેને ધ્યાનમાં લઇને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને હવે સચિવાલયના દરેક બ્લોકમાં 2 હોમગાર્ડને ફરજ આપવામાં આવી છે અને આ હોમગાર્ડના જવાનો હવે સચિવાલયના બ્લોકમાં પ્રવેશ કરતા કર્મચારીઓનો થર્મલ સ્ક્રિનિંગ કરશે.

સચિવાલયના તમામ બ્લોકમાં 2 હોમગાર્ડ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરશે
સચિવાલયના તમામ બ્લોકમાં 2 હોમગાર્ડ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરશે

સચિવાલયમાં કોરોના સંક્રમણ થાય નહીં તે માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે એક મહત્વનો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર પ્રમાણે સચિવાલયના દરેક બ્લોકમાં 2 હોમગાર્ડના જવાનને ફરજ આપવામાં આવશે. જ્યારે સચિવાલયના બ્લોકમાં કોઇપણ કર્મચારી કે મુલાકાતી પ્રવેશ કરે ત્યારે હોમગાર્ડ દ્વારા કર્મચારી અને મુલાકાતીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ માટે હોમગાર્ડને તાત્કાલિક તાલીમ આપી 50 જેટલી થર્મલ ગન પણ ઉપલબ્ધ કરાવવા અંગેની સૂચના આપવામાં આવી છે. આમ સંક્રમણ સચિવાલયમાં પ્રવેશે નહીં તેના આગમચેતી ભાગરૂપે હવે હોમગાર્ડ જવાનોને સચિવાલય ખાતે ખાસ ફરજ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details