ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહવિભાગની જોઈન્ટ પ્રેસ : RR સેલ રદ, ACBની કામગીરી તથા હવે પોલીસની વર્દી પર લગાવવામાં આવશે કેમેરા

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કઈ રીતની પરિસ્થિતિ છે અને વર્તમાન સમયમાં પોલીસ દ્વારા એસીબી દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસા એક્ટ, જીવન નવા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે ત્યારે આ કાયદા હેઠળ કઈ રીતની અને કેવી કાર્યવાહી કરવામાં આવી તે બાબતે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ગૃહવિભાગની જોઈન્ટ પ્રેસ :  RR સેલ રદ, ACBની કામગીરી તથા હવે પોલીસની વર્દી પર લગાવવામાં આવશે કેમેરા
ગૃહવિભાગની જોઈન્ટ પ્રેસ : RR સેલ રદ, ACBની કામગીરી તથા હવે પોલીસની વર્દી પર લગાવવામાં આવશે કેમેરા

By

Published : Jan 22, 2021, 5:14 PM IST

  • બિગ ચેન્જઃ 1975થી કાર્યરત R R સેલ રદ કરાયું
  • રાજ્યના તમામ પોલીસ જવાનો અને અધિકારીઓની વર્દીમાં લાગશે કેમેરા
  • ગાંધીનગરથી થશે કેમેરાનું સંચાલન
  • સીએમ રુપાણી અને ગૃહપ્રધાન સહિત વિભાગના ટોચના અધિકારીઓ રહ્યાં હાજર
  • એ.સી.બી. ની કામગીરી સામે આવી

    ગાંધીનગર : ગુજરાતના પોલીસબેડાને લગતાં અતિમહત્ત્વના ફેરફાર વિશે રાજ્યના મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી કે 1975થી રાજ્યમાં આરઆર સેલની સ્થાપના કરાઈ હતી અને આર આર સેલ કાર્યરત હતું. તે હવે રદ કરવામાં આવે છે. જ્યારે આવનારા સમયમાં ગુજરાતમાં તમામ પોલીસકર્મીની વર્દી ઉપર કૅમેરા મૂકવામાં આવશે.

    ACBની કામગીરી


    એન્ટી કરપ્શન બ્યુરોના વડા કેશવ કુમારે કામગીરીની વિગત આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એસીબીની કામગીરી મુદ્દે હવે સરકાર છૂટો દોર આપ્યો છે. જ્યારે એસીબીના તમામ કેસોની પણ તપાસ કરવામાં આવે છે. જ્યારે અપ્રમાણસર મિલકતના કેસોમાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 2021માં 150 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતના કેસો સામે આવે તેવી પણ શક્યતાઓ એન્ટી કરપ્શન બ્યુરોના વડા કિશોરકુમારે વ્યક્ત કરી છે. હવે એસીબીની કામગીરીમાં અને ઇન્કમટેક્સની મદદ પણ લઈને એના કેસ કરવામાં આવશે. એસીબી માટે મહત્વના એવા ટેકનિકલ રીતે અને ઇન્ટ્રોગેશન માટે ત્રણ કરોડના ખર્ચે ટેકનિકલ અને સપોર્ટીંગ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે ,જેથી હવે gujarat acb દેશની જ નહીં, પરંતુ વિશ્વની નંબર વન એસીબી બનશે.


  • ACB કેસની વિગતો

    વર્ષ કેસની સંખ્યા આરોપીઓ સંખ્યા

    2016 258 433
    2017 148 213
    2018 332 730
    2019 255 470
    2020 199 310

  • D.A. કેસની વિગતો અને અપ્રમાણસર મિલકતોની કિંમત

    વર્ષ કેસની સંખ્યા
    2016 21
    2017 8
    2018 12
    2019 18
    2020 38

  • અપ્રમાણસર મિલકતની કિંમત(જંત્રી કિંમત) જે એ.સી.બી. દ્વારા ઝડપાઈ


    2016 26 કરોડ
    2017 15 કરોડ
    2018 3 કરોડ
    2019 27 કરોડ
    2020 50.12 કરોડ


  • પોલીસના ખભે રહેશે હવે કેમેરો, પોલીસની દિનચર્યા હવે કંટ્રોલ રૂમમાં દેખાશે


    રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે જે રીતના પોલીસ અને સામાન્ય જનતાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર હવે આગામી દિવસોમાં પોલીસ કર્મચારીઓની વધી ઉપર બોડી કેમેરો લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે કેમેરાનું નિયંત્રણ અને સર્વેલન્સ ગાંધીનગર dgp ઓફિસ ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં ફક્ત રાજ્યના ટ્રાફિક પોલીસ પર કેમેરા મૂકવામાં આવશે. જ્યારે તબક્કાવાર ગુજરાતની તમામ પોલીસોની વર્દી ઉપર બોડી કેમેરા મુકવામાં આવશે.



  • નવા કાયદા પ્રમાણે તમામ કાર્યવાહી કરવામાં આવી


    ગુજરાત રાજ્યના ગૃહ સચિવ પંકજકુમારે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવેલા નવા કાયદાની કાર્યવાહી બાબતે પણ વિગતો આપી હતી. જેમાં રાજ્યમાં કોઈ 647 જેટલા લેન્ડ એક્ટ હેઠળની અરજી કલેક્ટર ઓફિસ ખાતે આવી છે. જેમાં 16 જેટલી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 220 કરોડ રૂપિયાની જમીન પર કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા પાસા એક્ટની વિગતો જાહેર કરવામાં આવી હતી. જેમાં 31 માર્ચ સુધી કુલ 247 જેટલા લોકોને પાસા કરવામાં આવ્યો છે જ્યારે નવા કાયદા પ્રમાણે 90 બુટલેગરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જાતીય સતામણીના 15 સાયબર ક્રાઇમમાં નવ લોકો વિરુદ્ધ કાર્યવાહી નવા કાયદા પ્રમાણે હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, જે રીતના પોલીસ વહીવટદારો સામે આવી રહ્યાં છે ત્યારે પોલીસ વહીવટદારો ઉપર પણ એસીબી દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details