ગુજરાત

gujarat

ETV Bharat / city

Holistic Health Pre Vibrant: ગાંધીનગર ખાતે 3 સત્રમાં યોજાશે આ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ઉદ્ઘાટન - આરોગ્ય અને પોષણ વિભાગ નીતિ આયોગ

ગાંધીનગરની હોટલ લીલા (leela hotel gandhinagar) ખાતે 'હોલિસ્ટિક હેલ્થઃ તમામ માટે સારું સ્વાસ્થ્ય અને આરોગ્ય' (Holistic Health: Good health and wellness for all) વિષયક પ્રિ-સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ આયોજનનું CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.

Holistic Health Pre Vibrant: ગાંધીનગર ખાતે 3 સત્રમાં યોજાશે આ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ઉદ્ઘટાન
Holistic Health Pre Vibrant: ગાંધીનગર ખાતે 3 સત્રમાં યોજાશે આ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ઉદ્ઘટાન

By

Published : Jan 1, 2022, 10:09 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આવતા અઠવાડિયે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (vibrant gujarat global summit 2022)નું આયોજન થઈ રહ્યુ છે, જેમાં ભારત સહિત દેશ-વિદેશના મહેમાનો ભાગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે આગામી તારીખ 7 જાન્યુઆરીના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'હોલિસ્ટિક હેલ્થઃ તમામ માટે સારું સ્વાસ્થ્ય અને આરોગ્ય' (Holistic Health: Good health and wellness for all) વિષયક પ્રિ-સમિટ (Holistic Health Pre Vibrant)નું હોટલ લીલા ગાધીનગર (leela hotel gandhinagar) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા રહેશે હાજર

આ પ્રિ-સમિટનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે, જેમા કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા પ્રેરક માર્ગદર્શન આપશે. આ સમિટમાં કેમિલા હોલમેમો (human development practices, world bank India), યસુમાસા કિમુરા (UNICEF Head, India), ડૉ. આરતી આહુજા (ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ) તથા વૈદ્ય રાજેશ કોટેચા (ભારત સરકારમાં આયુષ વિભાગના સચિવ) પણ વક્તવ્ય આપશે. આ ઈવેન્ટમાં 3 સત્ર યોજાશે જેમાં પ્રથમ સત્રમાં આ વિષયના નિષ્ણાતો દ્વારા આરોગ્ય અને મેડિકલ પ્રવાસન (Health and medical tourism) વિષય ઉપર ચર્ચા-વિચારણા થશે. બીજા સત્રમાં ટેલિમેડિસન અને આરોગ્યલક્ષી ટેકનોલોજી (telemedicine healthcare technology)ના વિષય ઉપર ચર્ચા થશે, જ્યારે ત્રીજા સત્રમાં આયુષ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો:Omicron Fear in Gujarat : VGGS 2022 મુદ્દે સરકારી વિભાગો વચ્ચે સંકલન, વર્ચ્યુલી અનેક દેશો જોડાય તેવી શકયતાઓ

કોણ આપશે વક્તવ્ય

આરોગ્ય સંભાળમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના સત્રમાં નીતિ આયોગના આરોગ્ય અને પોષણ વિભાગ (department of health and nutrition niti aayog)ના સભ્ય ડૉ. વિનોદ પૌલ, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, ગુજરાતમાં યુનિસેફના વડા પ્રસન્તા દાસ, ચેન્નઈની એપોલો ટેલિમેડિસિન નેટવર્કિંગ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. કે. ગનપતિ, બેંગલુરુના નિરામય હેલ્થ એનાલિટિક્સના CEO ડૉ. ગીતા મંજુનાથ તથા કર્ણાટકમાં મનિપાલના રૉબોટિક સર્જન, ચેરમન અને ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. સોમશેખર એસ.પી. વક્તવ્ય આપશે.

આયુષના મહત્વના મુદ્દે થશે ચર્ચા

સંપૂર્ણ આરોગ્ય સંભાળ માટે આયુષના મહત્ત્વ અંગેના સત્રમાં નવી દિલ્હી, AIIAના એસોસિયેટ પ્રોફેસર વૈદ્ય સંતોષ ભાટડ, ન્યુયોર્કમાં આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહેલા ડૉ. બાસવતી ભટ્ટાચાર્ય તથા ગુજરાત સરાકારના આયુષ વિભાગના ડિરેક્ટર વૈદ્ય જયેશ પરમાર વક્તવ્ય આપશે. આ પ્રિ-સમિટ (Holistic Health Pre Vibrant Summit in gandhinagar) તમામ માટે સંપૂર્ણ આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં અત્યંત મહત્ત્વનું પગલું સાબિત થશે.

આ પણ વાંચો:Vibrant Gujarat Global Summit 2022: ગુજરાત સરકારે 16 કંપની સાથે સાઇન કર્યા 13,610 કરોડના MOU

ABOUT THE AUTHOR

...view details