ગુજરાત

gujarat

ETV Bharat / city

HM Amit Shah 2 દિવસ ગુજરાતમાં, આ છે તેમનો વિગતવાર કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ અને સહકાર વિભાગના પ્રધાન અમિત શાહ ( HM Amit Shah ) બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 10 જુલાઇની સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. જ્યારે રથયાત્રાના દિવસે દર વર્ષની જેમ નિત્યક્રમ અનુસાર અમિત શાહ તેમના પરિવાર સાથે સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં હાજર રહેશે.

Amit Shah
Amit Shah

By

Published : Jul 10, 2021, 7:36 PM IST

Updated : Jul 11, 2021, 9:57 AM IST

  • કેન્દ્રીય ગૃહ સહકારપ્રધાન અમિત શાહ ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે
  • સંસદ વિસ્તારમાં કરશે લોકાર્પણ અને ખાત મુહૂર્ત
  • નિજ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે આપશે હાજરી

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારપ્રધાન અમિત શાહ ( HM Amit Shah ) ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તેમના કાર્યક્રમોની વિગતો સામે આવી છે.

11 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમો

10:00 ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના તેમજ પશ્ચિમ રેલવે ઓરડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત માટે તેવો બોપલના સિવિક સેન્ટર ખાતે હાજર રહેશે.

10:45 ઔડા દ્વારા નવનિર્મિત લાઇબ્રેરીની મુલાકાત બોપલ

11 કલાકે વેજલપુરમાં HM Amit Shah અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અદ્યતન પાર્ટી પ્લોટ તેમજ નવીન કોમ્યુનિટી હોલની મુલાકાત વેજલપુર

બપોરે 4 કલાકે સાણંદ અને બાવળા તાલુકામાં સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ નિયમિત વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( HM Amit Shah ) એપીએમસી સાણંદ ખાતે હાજર રહેશે.

12 જુલાઇના રોજના કાર્યક્રમો

સવારે 4 કલાકે નિજ મંદિર સહપરિવાર સાથે મંગળા આરતી

સવારે 11:45 કલાકે કલોલ શહેર અને તાલુકા તેમજ ગાંધીનગર તાલુકાના સરકાર દ્વારા વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત

1: 00 કલાકે સન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 500 લીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર

1:15 કલાકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નવનિર્મિત નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક ભવનનું લોકાર્પણ

3:30 કલાકે રાજભવન ખાતે કોરોના સેવાયજ્ઞમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું પ્રશસ્તિપત્ર આપવાના ધન્યવાદ જ્ઞાપન પણ કાર્યક્રમમાં હાજરી આપશે

5:00 કલાકે સ્વામિનારાયણ મંદિર અડાલજ ખાતે શારદામણી કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ


અમદાવાદ જિલ્લામાં 34.93 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આમ કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારપ્રધાન અમિત શાહ ( HM Amit Shah ) અમદાવાદ જિલ્લામાં 11 જુલાઈએ 1220 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અમદાવાદ જિલ્લાના સાણંદ દસ્ક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવશે આમ અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 કાર્યોમાં સાણંદ તાલુકાના 1062 ગામ બાવળા તાલુકાના 138 અને દસકોઈ તાલુકાના 20 કામ નો સમાવેશ થાય છે.. જ્યારે ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે કામનું ખાતમૂહૂર્ત અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત પણ કરશે..

આ પણ વાંચોઃ રથયાત્રાના દિવસે અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત, ડ્રગ્સ લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન

Last Updated : Jul 11, 2021, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details