- ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના પૂર્વ મેયરના પતિની બિલ્ડીંગ પર હાઇકોર્ટની તપાસ
- હાઇકોર્ટની તપાસ કમિટીએ બિલ્ડીંગની તપાસ કરી
- ફરિયાદી અને પૂર્વ મેયરના પતિ કેતન પટેલ રહ્યા હાજર
- કોર્પોરેશનના જુનિયર ટાઉન પ્લાનર પણ રહ્યા તપાસમાં હાજર
ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર રીટાબેન પટેલના (Former Mayor of Gandhinagar Rita Patel) પતિ કેતન પટેલ 11 માળની બિલ્ડીંગ તૈયાર કરી છે. જે બાબતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પિંકી પટેલે (Former Congress corporator Pinki Patel) અનેક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં છેલ્લે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હાઇકોર્ટ દ્વારા બિલ્ડીંગની તપાસ (High Court Investigation) અને કેસમાં સત્યતા માટે એક કમિટીની રચના કરી છે. જે કમિટીના સભ્યોએ આજે સેક્ટર 11 ખાતે આવેલ બિલ્ડીંગની (Ketan Patel Illegal Building) જાતતપાસ કરીને તમામ પ્રકારની માહિતી એકઠી કરી છે.
તમામ જગ્યાએ કરી હતી રજૂઆત : પિંકી પટેલ
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પિંકી પટેલે (Former Congress corporator Pinki Patel) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગ ગેરકાયદે (Ketan Patel Illegal Building) બનાવવામાં આવી છે અને સેક્ટર 11 ખાતે આવેલ તમામ બિલ્ડિંગ અને સાત માળની પરમીશન આપવામાં આવી છે પરંતુ પૂર્વ મેયરના (Former Mayor of Gandhinagar Rita Patel) પતિ કેતન પટેલે 11 માળની બિલ્ડિંગ ઊભી કરી છે જે ગેરકાયદે છે. આ બાબતે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર કલેકટર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ લોકોને આવેદનપત્ર સાથે ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા અંતે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી (High Court Investigation) કરવામાં આવી છે.
બિલ્ડીંગ કાયદેસરની છે : કેતન પટેલ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર રીટાબેન પટેલના (Former Congress corporator Pinki Patel) પતિ અને બિલ્ડર કેતન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગ કાયદેસરની છે અને કોર્પોરેટર અને સત્તા તંત્ર દ્વારા પરવાનગી આપ્યા બાદ જ તમામ પ્રકારની બિલ્ડીંગના (Ketan Patel Illegal Building) કામકાજ કરવામાં આવ્યું છે. જ્યારે આવે ત્યારે મેટર હાઇકોર્ટમાં છે ત્યારે હાઇકોર્ટ દ્વારા જે પણ તપાસ (High Court Investigation) થઇ રહી છે. તેમાં સંપૂર્ણ સાથ-સહકાર આપવામાં આવી રહ્યો છે અને જ્યારે બિલ્ડીંગ કાયદેસર હોવાનું નિવેદન પણ કેતન પટેલે આપ્યું હતું.