ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 6 દિવસથી વરસાદ (Heavy Rain in all over Gujarat) તોફાની બેટિંગ કરી રહી છે ત્યારે આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ (Rainfall situation in the state) અંગે સ્ટેટ ઊમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે (Meeting at the State Emergency Operations Center) મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue and Disaster Management Minister Rajendra Trivedi) બેઠક યોજી હતી.
અત્યાર સુધી 1200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું - રાજ્યપ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદના પરિણામે માત્ર નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં 811 લોકોને તમામના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 7 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,254 લોકોને રિસ્ક્યુ કરવામાં આવ્યા છે.
એરલિફ્ટ માટે હેલિકોપ્ટર સ્ટેન્ડબાય -રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના જિલ્લાઓમાં 19 NDRFની ટીમ (NDRF Team Stand by in all over Gujarat) મૂકવામાં આવી છે. જ્યારે એક ટીમ રિઝર્વમાં રાખવામાં આવી છે. તેમ જ 27 SPRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તો એક SDRFની ટીમને પણ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત આગમચેતીના ભાગરૂપે ઓડીશાથી પણ વધુ 5 ટીમ NDRF અને SDRFની મગાવવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક અને મુંબઈ એમ 5 જગ્યાએ એરલિફ્ટ માટે હેલિકોપ્ટર અને ચોપરની (Helicopter and chopper ready for airlift) પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ જગ્યાએ હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો-ભારે વરસાદના કારણે ક્યાંક રમણીય દ્રશ્યો દેખાયા તો ક્યાંક સર્જાઈ તારાજી