ગુજરાત

gujarat

ETV Bharat / city

વેધર વોચ : આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાર વરસાદ ૫ડવાની સંભાવના - Gujarat News

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.

Weather Watchવેધર વોચ : આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાર વરસાદ ૫ડવાની સંભાવના
Weather Watchવેધર વોચ : આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાર વરસાદ ૫ડવાની સંભાવના

By

Published : Sep 8, 2021, 7:24 AM IST

Updated : Sep 8, 2021, 10:02 AM IST

  • વેધર વોચની બેઠક યોજાઇ
  • આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ
  • રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 427.06 મી.મી. વરસાદ નોંધાયો

ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સી.સી.પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજ્યમાં 10 જિલ્લાના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 58 મી.મી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 427.06 વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 50.84 ટકા છે.

આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાર વરસાદ ૫ડવાની સંભાવના

આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી

IMD ના અધિકારીએ બેઠકમાં જણાવ્યુ છે કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.

કેટલું થયું વાવેતર

કૃષિ વિભાગના અધિકારીએ બેઠકમાં જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે તા. 6 સપ્ટેમ્બર સુધી અંદાજીત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 84.48 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયુ છે.

પાણીની વિગતો

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 161,876 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 48.45 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, રાજ્યના 206 જળાશયોમાં 3,10,492 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિ્તના 55.70 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-8 જળાશય, એલર્ટ ૫ર કુલ-9 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-12 જળાશય છે.

NDRF સ્ટેન્ડ બાય

NDRF ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને 6 ટીમ વડોદરા અને એક ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે.

Last Updated : Sep 8, 2021, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details