ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં તોફાની વરસાદ, પૂર્વ વિસ્તારમાં કેડ સમા ભરાયા પાણી - BRTS Bus Track Closed

અમદાવાદમાં રવિવાર સાંજથી વરસાદ મન મૂકીને વરસ્યો(Heavy rains in Ahmedabad) હતો. આભમાં વીજળીના કડાકા અને ભડાકા(Thunderstorm in Ahmedabad) નજરે ચડ્યા હતા. શહેરની પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય છતાં તે કામગીરીની કોઈ અસર જોવા મળી ન હતી. જે ભરાઈ ગયેલા પાણી પરથી જોઈ શકાતી હતી. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં તોફાની વરસાદ, પૂર્વ વિસ્તારમાં કેડ સમાં ભરાયા પાણી
અમદાવાદમાં તોફાની વરસાદ, પૂર્વ વિસ્તારમાં કેડ સમાં ભરાયા પાણી

By

Published : Jul 11, 2022, 3:25 PM IST

ગાંધીનગર:રવિવારે સાંજે સાત વાગ્યાથી અમદાવાદમાં અને અનરાધાર વરસાદ બેટિંગ કરી રહ્યો હતો. સવારના 04:00 વાગ્યા સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી હતી, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ કેડ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેથી વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા અમદાવાદઓને પાણીમાંથી પસાર થઈને ઓફિસે અથવા તો ઘરે પરત ફરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો:વરસાદના કારણે ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો દેખાયા, PMએ રાજ્યની સ્થિતિનો મેળવ્યો તાગ

પ્રી મોન્સૂન કામગીરી રસ્તામાં દેખાઈ -અમદાવાદના પૂર્વ વિસ્તારમાં(East area of Ahmedabad) કેડ ક્ષમા પાણી સવારના 11 વાગ્યા સુધીમાં ઉતર્યા ન હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા કરવામાં આવેલી મોનસુનની કામગીરી(Premonsoon Operations Ahmedabad) રસ્તામાં ભરાયેલા પાણીમાં જોવા મળી રહી હતી. જેને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

પૂર્વ વિસ્તારમાં ક્યાં ભરાયા પાણી -ભારે વરસાદના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદના રખિયાલ, બાપુનગર, ઓઢવ, ચામુંડા બ્રિજ, ગોમતીપુર પોલીસ સ્ટેશન, ગોમતીપુર ફાયર સ્ટેશન, અજીત મિલ ચાર રસ્તા, પટેલ મીલ, શીતલ ટોકીઝ જેવા વિસ્તારમાં વરસાદ બંધ થયા છતાં પણ 3 કલાકે પણ પાણી ઓસર્યા નથી. અમુક વિસ્તારમાં વધુ પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ(Heavy Traffic Jam) સર્જાઈ હતી.પાણી ઓસર્યા બાદ પેહલાની જેમ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:અમદાવાદમાં બારે મેઘ ખાંગા: ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ફાયર બ્રિગેડ સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ

સાંજે 7 વાગ્યાથી BRTS બંધ - અમદાવાદના BRTSની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના 7:00 વાગ્યાથી BRTS બસ બંધ રાખવામાં આવી છે. જ્યારે અનેક વિસ્તારોમાં BRTSના ટ્રેક ઉપર પણ ભારે પાણી જોવા મળી રહ્યું છે. BRTSમાં ઇલેક્ટ્રિક બસ હોવાના કારણે ટ્રેક બંધ(BRTS Bus Track Closed) રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details