ગાંધીનગર: રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે તોફાની તાંડવ મચાવ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરતમાં વધુ વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ભારે વરસાદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. જ્યારે હજુ પણ આવનાર દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. જેને ધ્યાનમાં લઈને સરકારની નજર દક્ષિણ ગુજરાત પર જ છે. આ સાથે જ તમામ અધિકારીઓ જોડે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વરસાદ પર પ્રતિક્રિયા આપતાં સરકારના આયોજન બાબતે સ્પષ્ટપણે જણાવ્યું કે, સુરતમાં અને સુરતની આજુબાજુના શહેરોમાં પડી રહેલા વરસાદને કારણે સરકારની નજર દક્ષિણ ગુજરાત ઉપર સતત છે. તેમજ શુક્રવારે સુરતના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી હતી.