- રાજ્યના સૌરાષ્ટ્ર રિઝનમાં ભારે વરસાદ
- જામનગર અને રાજકોટ પાણીમાં ડૂબ્યા
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે તંત્રને એલર્ટ આપ્યું
ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ 2020માં ચોમાસાની સિઝનમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાને પાણી-પાણી કરીને 24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારે આ વર્ષે ચોમાસાની સીઝન અંતિમ તબક્કામાં છે. ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તારમાં તોફાની બેટિંગ કરી છે. જેમાં જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના રેસ્ક્યૂ કરાયા છે, જ્યારે એરફોર્સ દ્વારા પણ 25 જેટલા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો
રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં 17.5 ઇંચ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટના લોધિકામાં છેલ્લા બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત જૂનાગઢના વિસાવદરમાં 14 ઇંચ કરતા વધારે વરસાદ, જામનગરના કાલાવડમાં પણ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 4 તાલુકામાં 12 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 14 તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 20 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે, 31 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો, 55 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી રિવ્યુ બેઠક