- રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી
- તાજેતરમાં પડેલા વરસાદને પગલે ડેમોમાં પાણીની સારી આવક
- વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે સારો એવો વરસાદ પડી શકે છે. જેને લઈને માછીમારોને 24 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 7 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. છેલ્લા બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં નોંધાયો છે. રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ છે. કચ્છમાં વરસાદસતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં પોણા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઇંચ, ભચાઉ-માંડવીમાં સવા, ભુજમાં એક અને નલિયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.