ગુજરાત

gujarat

ETV Bharat / city

PMJAY Card : રાજ્યમાં 7 દિવસમાં 40 લાખ લોકોને અપાશે PMJAY કાર્ડ: ઋષિકેશ પટેલ - Health Minister Rishikesh Patel

વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર દ્વારા PMJAY કાર્ડની (PMJAY Card) જાહેરાત કરવામાં આવી છે. આ કાર્ડ ત્રણ વર્ષ સૂઘી કાર્યરત રહેશે.તેમજ PMJAY કાર્ડ અંતર્ગત કોઈ પણ બિમારીની મફતમાં સારવાર (PMJAY Card Treatment) કરવામાં આવશે. આ કાર્ડ કોને આપવામાં આવશે જાણો...

PMJAY Card : રાજ્યમાં 7 દિવસમાં 40 લાખ લોકોને અપાશે PMJAY કાર્ડ: ઋષિકેશ પટેલ
PMJAY Card : રાજ્યમાં 7 દિવસમાં 40 લાખ લોકોને અપાશે PMJAY કાર્ડ: ઋષિકેશ પટેલ

By

Published : Apr 8, 2022, 9:55 AM IST

ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિનાની બાકી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ માટે તમામ પ્રકારની જાહેર જનતાની વચ્ચે રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ પ્રજાલક્ષી કેન્દ્ર સરકારની યોજના અને રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચે તે માટે ખાસ સુચના આપી છે. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન મહત્વની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના તમામ નાગરિકોને PMJAY કાર્ડ (PMJAY Card) આપવામાં આવશે. જેને લઈને એક અઠવાડિયું ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે.

ઋષિકેશ પટેલની આરોગ્ય ક્ષેત્રને લઈને જાહેરાત

ગુજરાતમાં 40 લાખ કાર્ડ કાર્યરત -રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ (Health Minister Rishikesh Patel) પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યારે 40,000 જેટલા કાર્ડ કાર્યરત છે અને આવનારા એક અઠવાડિયાની અંદર વધારાની 40 લાખ જેટલા કાર્ડ તૈયાર કરવામાં આવશે. આમ રાજ્યમાં BPL અને મધ્યમ વર્ગના તમામ લોકોને PMJAY કાર્ડ આપવામાં આવશે. જેમાં સામાજિક સંસ્થાઓ, ભાજપના કાર્યકર્તાઓ અને મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશન વિસ્તારમાં કોર્પોરેટરોને પણ તમામ જગ્યાએ કેમ્પ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :પંચમહાલ જિલ્લામાં આપકે દ્વાર PMJAY-MA કાર્ડ આયુષ્ય અંતર્ગત આરોગ્ય કાર્યક્રમ યોજાયો

3 વર્ષ સુધી કાર્ડ કાર્યરત રહેશે -રાજ્યના મવધુમાં જણાવ્યું હતું કે આજે કાર્ડ આપવામાં આવશે તે ત્રણ વર્ષ સુધી કાર્યરત રહેશે. અને તમામ મોટી બીમારીની મફતમાં સારવાર કરવામાં આવશે. જેની વાત કરવામાં આવે તો સાત દિવસની અંદર ગુજરાતના તમામ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કાર્ડ (Health Card Gujarat) તમામ લોકોને સરળતાથી પ્રાપ્ત થઇ શકે તે માટેની સરકાર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો :ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની 100 દિવસ ચાલનારી મેગાડ્રાઇવમાં 4 કરોડ વ્યક્તિઓને મળશે કાર્ડ

ઇલેક્શન કેમ્પઍન ચાલુ - ભાજપ સરકાર છેલ્લા કેટલાય સમયથી એટલે કે વર્ષ 2014 થી કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ અને રાજ્ય સરકારની (State Government Treatment Plan) તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે નિક્કી ચેમ્પિયન ચૂંટણી દરમિયાન વધુ પડતું કરવામાં આવે છે. ત્યારે જે રીતે આ ચેમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે તેનાથી ભાજપ સરકારે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details