- કર્મચારીઓ અને અધિકારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવી પડશે
- બદલી માટે ઓફલાઇન અરજી સિસ્ટમ રદ કરવામાં આવી
- કોન્ટ્રાકટ પર રહેલા અધિકારીઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ (gujarat health department employees and officers)ની બદલી માટે પહેલા ઓફ લાઇન અરજી આપવામાં આવતી હતી તે સિસ્ટમ હવે રદ કરવામાં આવી છે. તેના બદલે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની બદલી કરાવવા માટે ઓનલાઇન અરજી (online application for transfer) આપવી ફરજિયાત રહેશે.
તમામ અધિકારી-કર્મચારીએ ઓનલાઈન અરજી આપવી પડશે
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય વિભાગ હસ્તકની જાહેર આરોગ્ય તબીબી સેવાઓ (public health medical services gujarat) અને તબીબી શિક્ષણ (medical education gujarat) અને NHM હેઠળ ફરજ બજાવતા તમામ કાયમી અને કોન્ટ્રાક્ટ પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની (online application for transfer of contract employees) સેવા વિષયક બાબતોને સુચારું બનાવવાના ભાગરૂપે તેમજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીની બાબતોમાં સરળતા અને પારદર્શકતા (Simplicity and transparency in transfer) લાવવા ઓનલાઇન અરજીની સિસ્ટમ (online application system for transfer) શરૂ કરવામાં આવી છે.
2 ડિસેમ્બરથી સિસ્ટમ લાગુ કરવામાં આવી