ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ‘‘મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ’ હેઠળ આરોગ્ય સર્વેલન્સ કરાશે: CM રૂપાણી - Gandhinagar News

રાજ્યમાં જ નહીં પરંતુ દેશના હોટસ્પોટ તરીકે નામ મેળવતું અમદાવાદમાં કોરોનાના રોજ 250થી વધુ કેસો આવી રહ્યાં છે. દિવસે દિવસે સંકમણ વધી રહ્યું છે, ત્યારે હવે સંક્રમણ ને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના 10 કન્ટેનમેન્ટ ઝોનમાં 160 જેટલા લોકેશન પર સઘન આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવશે.

Health check-up to be conducted on war footing in Ahmedabad
અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડના 160 લોકેશન પર યુદ્ધના ધોરણે આરોગ્ય તપાસણી-સર્વેલન્સ કરાશે : સીએમ રૂપાણી

By

Published : May 16, 2020, 9:37 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં જ નહીં પરંતુ દેશના હોટસ્પોટ તરીકે નામ મેળવતું અમદાવાદમાં કોરોનાના રોજ 250થી વધુ કેસો આવી રહ્યાં છે. દિવસે દિવસે સંકમણ વધી રહ્યું છે, ત્યારે હવે સંક્રમણને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના 10 કન્ટેનમેન્ટ ઝોનમાં 160 જેટલા લોકેશન પર સઘન આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવશે.

અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડના 160 લોકેશન પર યુદ્ધના ધોરણે આરોગ્ય તપાસણી-સર્વેલન્સ કરાશે : સીએમ રૂપાણી

શનિવારે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં સીએમ વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને આખરી ઓપ આપ્યો હતો. સીએમ રૂપાણીએ આ મહત્વપૂર્ણ કાર્યયોજના અંતર્ગત 40 જેટલી મોબાઇલ મેડિકલ વાન-ધનવંતરી રથના માધ્યમથી અલગ-અલગ ટીમો બનાવીને મધ્ય ઝોનના 6, દક્ષિણ ઝોનના 2, પૂર્વઝોનનો 1 અને ઉત્તર ઝોનના 1 એમ 10 વોર્ડસના 160 જેટલા સ્થળોએ સઘન આરોગ્યલક્ષી ઝૂંબેશ ઉપાડવા સૂચનાઓ આપી હતી.

આ બાબતે રૂપાણીએ જણાવ્યું હતું કે, આ ટીમ જે-તે કન્ટેનમેન્ટ ઝોનમાં સતત જશે. તેથી ત્યાંના નાગરિકો-લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા મળશે. એટલું જ નહીં, સામાન્ય બિમારી વાળા વ્યક્તિઓને પણ સારવાર મળશે. સાથો સાથ કોરોના શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટીંગ-આરોગ્ય તપાસમાં પણ આક્રમકતા આવશે. આ જે ટીમ રચવામાં આવી છ, તેમાં એક એલોપેથી ડૉકટર, એક આયુષ તબીબ, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને પેરામેડિકલ સ્ટાફની સમગ્ર ટીમ સાથેની મોબાઇલ મેડિકલ વાન સતત 15 દિવસ સુધી દરરોજ બે કલાક રોજના 4 લોકેશન પોઇન્ટ પર તૈનાત રહેશે. આ વાન દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના 160 લોકેશનના ખાસ કરીને કોમોરબીટ અને હાઇરીસ્ક વાળા વ્યકિતઓના ટેસ્ટીંગ પર ફોકસ કરવા સાથે સામાન્ય શરદી, તાવના લક્ષણો ધરાવતા લોકોને દવા-સારવાર આપવામાં આવશે.

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મોબાઇલ મેડિકલ વાન 15 દિવસ સુધી એ જ સ્થળ, એ જ સમય, એ જ વાન અને એ જ સ્ટાફ સાથે સવારે 8થી સાંજે 5 સુધી સેવાઓ આપશે. જેથી જે-તે લોકેશન વિસ્તારના પેશન્ટના ફોલોઅપથી તેઓ પરિચિત રહી શકે અને જરૂર જણાયે આગળની સારવારમાં મદદરૂપ થઇ શકે. તેમજ ‘‘મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ’’ના સંકલ્પ સાથે કન્ટેનમેન્ટ ઝોનને સંપૂર્ણપણે કોરોનામુકત કરવા માટે જે-તે વિસ્તારના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તેમજ સેવાભાવી સ્વૈચ્છિક સંગઠનો તે ઝોન-વિસ્તારના લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે આરોગ્ય પરિક્ષણ માટે આ મેડીકલ વાન સુધી લઇ આવે તેવું પણ સૂચન કર્યુ હતું.

આ સમગ્ર કાર્યયોજના-સ્ટ્રેટજીના સંકલન માટે ઔડાના સી.ઇ.ઓ અને સનદી અધિકારી અતુલ ગોરને જવાબદારી સોંપવામાં આવી છે. કોરોના વાઇરસ કોવિડ-19ના જિલ્લામાં વધતા વ્યાપને પગલે આ આયોજનબદ્ધ કાર્યયોજના ઘડીને તેના તત્કાલ અમલ માટે ઝિણવટપૂર્વક સમીક્ષા હાથ ધરીને માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, સત્તાપક્ષના નેતા તેમજ શહેરમાં કોરોના નિયંત્રણ કામગીરી માટે ખાસ નિયુકત થયેલા અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમાર અને તમામ નાયબ મ્યુનિસીપલ કમિશ્નરો, ઝોનલ હેલ્થ ઓફિસરો સાથે વિસ્તૃત વિડીયો કોન્ફરન્સીંગ યોજીને ‘કન્ટેનમેન્ટ મુકત ઝોન-કોરોનામુકત વોર્ડ’ની દિશામાં સક્રિયતાથી આગળ વધવા તાકીદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details