ગાંધીનગર : ગુજરાતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(Gujarat Secondary Service Selection Board) દ્વારા તારીખ 12 ડિસેમ્બરના રોજ હેડ કલાર્કની(Head Clerk) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી, ત્યારે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્ક વર્ગ 3ની પરીક્ષા આગામી તારીખ 20 માર્ચના રોજ યોજવામાં આવશે.
IAS/IPS દ્વારા કરવામાં આવ્યું આયોજન
પરીક્ષાને ધ્યાનમાં લઇને સિનિયર IAS અને IPS દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પ્રશ્નપત્ર લીક ન થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 20 માર્ચ 2022ને રવિવારના રોજ બપોરે 12થી 02 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર પરિક્ષાના 10 દિવસ પહેલા ડાઉનલોડ કરી શકસે.