ગાંધીનગરઃ રાજ્યમાં 12 ડિસેમ્બરે (રવિવારે) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા (Head Clerk Paper Leak Protest 2021) યોજાઈ હતી. જોકે, પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું હોવાથી હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટ્યું હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ સરકારે પણ આ બાબતે તપાસ કરવાની ફરજ પડી અને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ પેપર 10 ડિસેમ્બરે જ બહાર આવી ગયું હતું, જેને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને બોર્ડમાંથી કાઢવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ માગ સાથે સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો (Aam Aadmi Party opposes head clerk paper leak case) અને નેતાઓએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી (Dispute between BJP and Aam Aadmi Party) થઈ હતી. જોકે, પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો-Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ
બિનજામીનપાત્ર ગુનો હોવાથી કોર્ટે જામીન ન આપ્યા
70 લોકોની ધરપકડ બાદ 26 મહિલાઓનો પણ સમાવેશ થયો છે, જેમાં ગાંધીનગર પોલીસે મોડી રાત્રે જજના ઘરે મહિલાઓને કોર્ટમાં હાજર કરી હતી, પરંતુ બિનજામીનપાત્ર ગુનો હોવાના (Non-bailable offense against Aam Aadmi Party workers) કારણે કોર્ટે એક પણ મહિલાને જામીન આપ્યા નહતા. ત્યારબાદ તમામને મોડી રાત્રે જ સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના તરફથી મળતી માહિતી પ્રમાણે, હવે સેશન્સ કોર્ટમાં મહિલાઓ માટેની જામીન અરજી કરવામાં આવશે.