- હાથરસ ગેંગરેપના આરોપીઓ ગુજરાત લવાયાં
- એફએસએલમાં થશે આરોપીઓની વૈજ્ઞાનિક ઢબે તપાસ
7 દિવસ હાથરસ ગેંગરેપના આરોપીઓ ગુજરાતમાં
ગાંધીનગર: સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ ગેંગરેપના આરોપીઓ રવિ, સંદીપ રામુ અને લવકુશ આ તમામ આરોપીઓને ગઈકાલે (રવિવાર) અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉત્તર પ્રદેશથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યાં હતાં. જ્યારે આજે (સોમવાર) સવારે 10:30 કલાકની આસપાસ ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યાં છે. આ તમામ આરોપીઓને સાત દિવસ સુધી એફએસએલમાં તપાસ અર્થે લાવવામાં આવશે.
બ્રેઇન ઇલેક્ટ્રીકલ ઓસ્કીલેશન ટેસ્ટ કરવામાં આવશે
એફએસએલના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તમામ આરોપીઓના બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસ્ટ્રેલિયન સિગ્નેચર ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રો સાયકોલોજીકલ impulse ટેસ્ટ પણ તમામ આરોપીઓના કરવામાં આવશે. અત્યારે નાર્કોટેસ્ટ અને અન્ય ટેસ્ટ પણ કરવામાં આવશે, પરંતુ આજે પ્રથમ દિવસે તેમના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ અન્ય ટેસ્ટ સમયાંતરે કરવામાં આવશે.