ગુજરાત

gujarat

ETV Bharat / city

LRD પરીક્ષા પરિણામ જાહેર થશે, આન્સર કી રીચેકિંગ વગેરેની માહિતી જાણી લો : હસમુખ પટેલ IPS - Lok Rakshk Dal Committee meeting

એલઆરડી પરીક્ષા પરિણામ(LRD Exam Result) અને પીએસઆઈ ભરતી પરીક્ષા બાબતે મહત્ત્વની જાણકારીઓ સામે આવી રહી છે. વાંચો લો રક્ષક દળ કમિટી બેઠકમાં થયેલા નિર્ણય (Lok Rakshk Dal Committee meeting) બાબતે આ અહેવાલમાં.

LRD પરીક્ષા પરિણામ જાહેર થશે, આન્સર કી રીચેકિંગ વગેરેની માહિતી જાણી લો : હસમુખ પટેલ IPS
LRD પરીક્ષા પરિણામ જાહેર થશે, આન્સર કી રીચેકિંગ વગેરેની માહિતી જાણી લો : હસમુખ પટેલ IPS

By

Published : May 7, 2022, 9:35 PM IST

ગાંધીનગર : રાજ્યના ગૃહવિભાગમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા ચાલુ છે અને PSI તથા LRD ની પરીક્ષા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આન્સર કી પણ 27 એપ્રિલનાં રોજ મુકી દેવામાં આવી છે. ત્યારે કેટલાક ઉમેદવારો દ્વારા આઠથી નવ પ્રશ્નોના જવાબમાં વિસંગતતા હોવાની ફરિયાદ કરી હતી. જેને અંતર્ગત આજે લોકરક્ષક દળની કમિટીની બેઠક (Lok Rakshk Dal Committee meeting) મળી હતી. જે આન્સર શીટ 27 એપ્રિલના રોજ મૂકવામાં આવી છે તે જ અંતિમ આન્સર કી છે. ત્યારે હવે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય(LRD Exam Answer Key and Rechecking ) તેવું નિવેદન લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel IPS ) આપ્યું હતું.LRDમાં કુલ 10,459ની ભરતી કરવામાં આવશે.

કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો તે બાબતની વાંધા અરજી કરી શકશે

હવે માર્ક્સ માટે થઈ શકશે અરજી - લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel IPS )ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આન્સર કીમાં સુધારા વધારા માટે ઉમેદવારોને સમયગાળો આપવામાં આવ્યો હતો. પરંતુ હવે 27 એપ્રિલનાં રોજ લોક રક્ષક દળ પરીક્ષાની ફાઈનલ આન્સર-કી સાઈટ ઉપર મૂકી દેવામાં આવી છે ત્યારે હવે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં અને કોઈપણ અરજી સ્વીકારાશે નહીં. સાથે જ હવે જો કોઇ ઉમેદવારે કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો તે બાબતની વાંધા અરજી કરી શકશે. તેના માટે 22 મે સુધીમાં જ અરજી થઈ શકશે અને ઉમેદવારોએ આ અરજી પ્રક્રિયામાં 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ હોલ ટિકિટ (LRD Exam Answer Key and Rechecking )પણ સાથે મૂકવી પડશે.

આ પણ વાંચોઃ Cyber Crime Ahmedabad: લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેનની ટ્વીટનો એડિટ કરેલો સ્ક્રીનશોટ વાયરલ કરવો યુવકને ભારે પડ્યો

અનેક લોકોએ આપી હતી અરજી - લોક રક્ષક દળની પરીક્ષા બાદ અનેક ઉમેદવારોએ પરીક્ષાના પ્રશ્નો બાબતે અરજી આપી હતી. યુવરાજસિંહ જાડેજા કે જેઓ યુવા આંદોલનકારી છે તેઓએ પણ ટ્વિટ કરીને આઠ જેટલા પ્રશ્નોના અલગ અલગ જવાબ હોવાની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ લોકરક્ષક દળ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે આજે મળેલ લોક રક્ષક દળની કમિટીની બેઠકમાં (Lok Rakshk Dal Committee meeting) 27 એપ્રિલના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલી આન્સર કીને જ અંતિમ આન્સર કી (LRD Exam Answer Key and Rechecking )ગણવામાં આવી છે .જેમાં હવે કોઈપણ પ્રકારના ફેરફાર થઈ શકશે નહી તેવું સ્પષ્ટ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel IPS )જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ LRD Exam Results Out : LRD પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવાર પાસ 10 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

ક્યારે પરિણામ થશે જાહેર- પરિણામ બાબતે હસમુખ પટેલે (Hasmukh Patel IPS )વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પીએસઆઇની પરીક્ષાનું અંતિમ પરિણામ બહાર આવી જશે ત્યારબાદ એલઆરડી પરીક્ષાના અંતિમ પરિણામની (LRD Exam Result)તૈયારીઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએસઆઇ અને લોક રક્ષક દળમાં એવા અનેક ઉમેદવારો છે જે બંને પરીક્ષામાં પાસ થયા છે. ત્યારે પીએસઆઇના પરિણામ બાદ જ લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આમ પીએસઆઇના પરિણામ બાદ લોકરક્ષક દળના પરિણામ પર કામકાજ (LRD Exam Answer Key and Rechecking )આગળ વધારવામાં આવશે જેથી એક હજાર જેટલા ઉમેદવારોને ફાયદો થઇ શકે.

ABOUT THE AUTHOR

...view details