ગુજરાત

gujarat

ETV Bharat / city

Har Ghar Jal Scheme Gujarat: 12 હજારથી વધુ ગામોમાં નળ જોડાણની 100 ટકા કામગીરી પૂર્ણ - ભારત સરકાર તરફથી ગુજરાતને ગ્રાન્ટ

CM ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા પ્રધાન ઋષિકેષ પટેલ (cm bhupendra patel's meeting with water supply minister) અને જિતુભાઇ ચૌધરી તથા પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં એ માહિતી બહાર આવી છે કે રાજ્યના 6 જિલ્લાઓના 68 તાલુકા અને 12,910 ગામની નળ જોડાણની કામગીરી (tap connection operation in gujarat) પૂર્ણ થઈ છે. CMએ રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું 100 લીટર પાણી મળી રહે તેવા કાર્ય આયોજન માટે પાણી પુરવઠા વિભાગ (gujarat water supply and sewerage board)ને સૂચવ્યું છે.

Har Ghar Jal Scheme Gujarat: 12 હજારથી વધુ ગામોમાં નળ જોડાણની 100 ટકા કામગીરી પૂર્ણ
Har Ghar Jal Scheme Gujarat: 12 હજારથી વધુ ગામોમાં નળ જોડાણની 100 ટકા કામગીરી પૂર્ણ

By

Published : Dec 7, 2021, 6:41 PM IST

  • હર ઘર જલ યોજના અન્વયે નળ જોડાણમાં 9.37 લાખ ઘર બાકી રહ્યા
  • આ જોડાણો સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરાશેઃ CM
  • દરેક વ્યક્તિને પ્રતિદિન 100 લીટર પાણી મળી રહે તેવું આયોજન કરાશે

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પાણી પુરવઠા પ્રધાન ઋષિકેષ પટેલ (cm bhupendra patel's meeting with water supply minister) અને જિતુભાઇ ચૌધરી તથા પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી અને પાણી પુરવઠા બોર્ડ (gujarat water supply and sewerage board) તેમજ વાસ્મોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગુજરાતના 6 જિલ્લાઓના 68 તાલુકાઓ તથા 12,910 ગામોમાં 100 ટકા નળ જોડાણ (tap connection operation in gujarat)ની કામગીરી પૂર્ણ થઈ હોવાનું આ સમીક્ષા દરમિયાન બહાર આવ્યું હતું.

દરેકને 100 લીટર પાણી મળી રહે તેવા કાર્ય આયોજન માટે સૂચવ્યું

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 'હર ઘર જલ' યોજના (Har Ghar Jal Scheme Gujarat) અન્વયે જે ઘરના પાણી જોડાણો (water connection in gujarat) બાકી છે તેને આગામી સપ્ટેમ્બર-2022 સુધીમાં આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે. તેમણે રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું 100 લીટર પાણી મળી રહે તેવા કાર્ય આયોજન માટે પાણીપુરવઠા વિભાગને સૂચવ્યું છે. રાજ્યના ગામડાંઓમાં ઘરોમાં 89 ટકા નળ જોડાણ અપાઇ ગયાં છે. પીવાના પાણીની યોજનાના આયોજનમાં અર્બન આઉટગ્રોથ એરિયા (urban outgrowth area water connection in gujarat) અને આદિજાતિ વિસ્તારના સમગ્ર ફળિયાઓ પણ આવરી લેવાયાં છે.

આ વર્ષે 10 લાખના લક્ષ્યાંક સામે 6.38 લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા

રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું 100 લીટર પાણી મળી રહે તેવા કાર્ય આયોજન માટે પાણી પુરવઠા વિભાગને સૂચવ્યું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર જલ' યોજનાની રાજ્યમાં થયેલી પ્રગતિ અને હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી, જેમાં પાણી પુરવઠાપ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્યપ્રધાન જીતુ ચૌધરી પણ જોડાયા હતા. બેઠકમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા હર ઘર જલ યોજના સંદર્ભે કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 6 જિલ્લાઓ, 68 તાલુકાઓ અને 12,910 ગામોમાં 100 ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે. ગ્રામીણ ઘરોમાં 88.63 ટકા નળ જોડાણ આપેલા છે. રાજ્યમાં ગયા વર્ષે 10.94 લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા છે તેમજ આ વર્ષે 10 લાખના લક્ષ્યાંક સામે 6.38 લાખ ઘરોમાં નળ જોડાણ કામગીરી પૂર્ણ થઇ છે.

બાકી રહેલી કામગીરી માટે સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો

સમીક્ષા દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હવે જે 9.37 લાખ નળ જોડાણો બાકી છે તે આગામી સપ્ટેમ્બર-2022 સુધીમાં પુરા કરવાના રહેશે. તેમણે પાણી પુરવઠાના ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં હોલિસ્ટીક એપ્રોચ માટે અને યોજનાઓના આયોજનમાં ઔદ્યોગિક જરૂરિયાત (industrial water requirement in gujarat) તથા શહેરી વિસ્તારોની જરૂરિયાતો (urban areas water requirement in gujarat)નો સમાવેશ કરવા માટે પણ વિભાગને સૂચન કર્યુ હતું. CMએ આદિજાતિ વિસ્તારમાં નલ સે જલ અન્વયે લોક ભાગીદારી વધુ મજબૂત બને તેના પર ભાર મૂક્યો હતો.

અમલીકરણમાં ગતિ લાવવામાં આવી

પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજનાઓની મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવીને અમલીકરણમાં ગતિ લાવવામાં આવી છે. એટલું જ નહીં ભારત સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ (grant from Government of india to gujarat)નો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન પણ કર્યુ છે. રાજ્યમાં પીવાના પાણીની યોજનાઓના આયોજનમાં અર્બન આઉટગ્રોથ એરિયા અને આદિજાતિ વિસ્તાર (tribal areas water schemes in gujarat)ના સમગ્ર ફળિયાઓ પણ આવરી લેવાયા છે. આ સમીક્ષા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા વિભાગની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: BJP Parliamentary Meeting: વડાપ્રધાન મોદી સંસદ ન આવતા સાંસદોને આપ્યો ઠપકો

આ પણ વાંચો: Gujarat Police Physical Test : LRD અને PSIની મોકૂફ રહેલી ફિઝિકલ ટેસ્ટ 12મીએ શરૂ થશે

ABOUT THE AUTHOR

...view details