ગુજરાત

gujarat

ETV Bharat / city

મનસુખ માંડવિયાને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન, બપોરે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે ફોન કરીને પરિવારને આપ્યા હતા સમાચાર

મોદી સરકારનું કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સાંસદોને પ્રધાન બનાવવામાં આવ્યાં છે. ગુજરાતના પણ ત્રણ સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જેમાંથી એક મનસુખ માંડવિયા ( Mansukh Mandvia ) ને પણ મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મનસુખ માંડવિયાએ આજે બુધવારે બપોરે જ પરિવારજનોને ફોન કરીને આ માહિતી આપી છે. આ સમાચાર સાભળી પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મનસુખ માંડવિયાને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન
મનસુખ માંડવિયાને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન

By

Published : Jul 7, 2021, 8:08 PM IST

  • મનસુખ માંડવિયાને કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન તરીકે વરણી કરાઈ
  • પરીવારજનોમાં ખુશીનો માહોલ
  • મનસુખ માંડવિયાએ પરિવારજનોને બપોરે જ ફોન કરીને આપ્યા હતા સમાચાર

ગાંધીનગર: છેલ્લા કેટલાય દિવસથી કેન્દ્રીય પ્રધાન મંડળનું વિસ્તરણ થશે તેવા સમાચારો વહેતા થયા હતા અને આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi )એ કેન્દ્રીય પ્રધાન મંડળનું વિસ્તરણ કરીને સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી ત્રણ સાંસદનોને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર સ્થિત મનસુખ માંડવિયા ( Mansukh Mandvia ) ને પણ કેન્દ્રિય કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે તેમના પરિવારજનોએ આ ઐતિહાસિક ક્ષણને ટીવી મારફતે માણી હતી.

માંડવિયાએ ફોન કરીને આપી હતી માહિતી

કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગુજરાતના મનસુખ માંડવિયાને સ્થાન મળતાં જ તેઓએ તાત્કાલિક ઘટના પરિવારજનોને ફોન કરીને તેઓની પસંદગી કેન્દ્રીય કેબિનેટ પ્રધાન ( Union Cabinet Minister ) મંડળમાં થઈ હોવાની માહિતી પરિવારજનોને આપી હતી. બપોરે 1 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મનસુખ માંડવિયાનો ફોન પરિવારજનો પર આવ્યો હતો અને તેઓએ પરિવારજનોને આ સમાચાર આપતા જ પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

મનસુખ માંડવિયાને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન

આ પણ વાંચોઃ મનસુખ માંડવીયાની સામાન્ય ખેડૂત પુત્રથી કેન્દ્રીય કેબિનેટ પ્રધાન પદ સુધીની રાજકીય સફર

વર્ષ 2002ની ચૂંટણીમાં સૌથી યુવાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા

મનસુખ માંડવિયાનો જન્મ 1 જૂન 1972ના રોજ પાલીતાણા તાલુકાના હાલોલ ખાતે થયો હતો. મનસુખ માંડવિયાએ પોલિટિકલ સાયન્સ ( Political Science )માં માસ્ટર ડિગ્રી ભાવનગર યુનિવર્સિટીમાંથી મેળવી છે. 20 વર્ષની ઉંમરે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય બન્યા હતા. વર્ષ 1996માં તેઓની ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. વર્ષ 2002માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી યુવાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મનસુખ માંડવીયા 2012થી નેશનલ પોલિટિક્સમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2012માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

ABOUT THE AUTHOR

...view details