- વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકાશે
- ઝરણાં, પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, ઘાસ, વાંસની વચ્ચે પ્રાણીઓ રહેશે
- 2 સિંહ, 2 વાઘ અને 6 દીપડાઓ માટે બનાવાયા આવાસો
ગાંધીનગર : રાજ્યના ગૌરવ સમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી આ વન્યજીવોના અદ્યતન આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં પહેલીવાર આ આવાસોમાંથી આ પ્રાણીઓને બહાર લાવવામાં આવ્યા હતા. જેનો શહેરીજનોએ પહેલા દિવસે જ લાભ લીધો હતો. નવનિર્મિત આવાસોમાં મુલાકાતીઓએ તમામ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળ્યા હતા.
આ પણ વાંચો- White Tiger in Gujarat: પહેલીવાર ઇન્દ્રોડા પાર્કમાં લવાયેલા સફેદ વાઘની જોડી જોવા CM રૂપાણી આવે તેવી શક્યતા
ઓપન મોટની આ છે વિશેષતા
વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ઓપન મોટ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે, જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે.