ગુજરાત

gujarat

ETV Bharat / city

GUVNL કર્મચારીઓની હડતાલ પૂર્ણ, 10 હપ્તામાં ચૂકવણી થશે

રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની GUVNL કંપનીના અધિકારી કર્મચારીઓ પોતાની વિવિધ માગને લઈને હડતાળ પર જવા અંગે નોટિસ આપી હતી. આ સંદર્ભે તેમના પ્રશ્નોનો ઉકેલ અને માગ સંતોષાઈ જતા હડતાળ પર જવાની નોટિસ પરત ખેંચી છે.

GUVNL કર્મચારીઓની હડતાલ પૂર્ણ, 10 હપ્તામાં ચૂકવણી થશે
GUVNL કર્મચારીઓની હડતાલ પૂર્ણ, 10 હપ્તામાં ચૂકવણી થશે

By

Published : Jan 19, 2021, 1:32 PM IST

  • હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત
  • નીતિન પટેલ અને સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠક
  • જીયુવીએનએલના કર્મચારીઓ સાથે યોજાયેલી બેઠક સફળ રહી

ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ગોરધન ઝડફિયા અને ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આંદોલનની નોટિસ સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ GUVNL કંપનીના કર્મીઓએ હડતાળ પર જવાની નોટિસ પરત ખેંચી છે.

નીતિન પટેલ અને સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠક

આ રીતે ચૂકવાશે રકમ

GUVNL કંપનીના પ્રતિનિધિએ 1 જાન્યુઆરી 2021ના પરિપત્ર સંદર્ભે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમારી માગણી અનુસાર રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2016થી જૂના સેટલમેન્ટ તથા અન્ય ભથ્થાઓના એરિયર્સ સહિતની માગણીઓ ચૂકવવા માટે મંજૂરી આપી છે, જે ચૂકવણા વીજ કંપનીઓ દ્વારા 10 હપ્તામાં ચૂકવી અપાશે.

ABOUT THE AUTHOR

...view details