- ગુજરાત કેડરના IASGuruprasad Mahapatraનું દિલ્હી ખાતે થયું નિધન
- છેલ્લા દોઢ મહિનાથી લઈ રહ્યાં હતાં કોરોનાની સારવાર
- અમદાવાદમાં BRTS પ્રોજેક્ટ પર કર્યું હતું કામ
- અમદાવાદ મ્યુ. કમિશનર તરીકે બજાવી છે ફરજ
ગાંધીનગર : ભૂતકાળની વાત કરવામાં આવે તો ગુરુપ્રસાદ મહાપાત્રાએ (Guruprasad Mahapatra ) 12 જુલાઈ 2011થી 9 ઓક્ટોબર 2014 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ( Ahmedabad Municipal Commissioner ) તરીકેની ફરજ બજાવી હતી. જ્યારે અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ BRTS project હેઠળ પણ મહાપાત્રાએ મહત્વની કામગીરી કરી હતી જ્યારે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા અમદાવાદ મેટ્રોનો પ્રથમ કાગળ પર પ્રોજેક્ટ પણ મહાપાત્રાની હાજરીમાં જ ફાઇનલ કરવામાં આવ્યો હતો. આમ, ગુરુપ્રસાદ મહાપાત્રાએ અમદાવાદ મ્યુ. કમિશનર તરીકે મહત્વના પ્રોજેકટમાં પણ પોતાની ફરજ અદા કરી હતી.
ગુજરાતના મુખ્ય સચિવ તરીકેની રેસમાં હતાં અગ્રેસર
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ જે.એન.સિંઘ જ્યારે નિવૃત્ત થયાં ત્યારે ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે ગુરૂપ્રસાદ મહાપાત્રની (Guruprasad Mahapatra ) નિમણૂક થાય તેવી પણ અટકળો વહેતી થઈ હતી. જ્યારે અંતિમ સમયે કેન્દ્ર સરકારે ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમને જવાબદારી સોંપી છે પરંતુ હવે mukim પણ હવે ત્રણ મહિના બાદ નિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે ફરીથી ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ગુરૂપ્રસાદ મહાપાત્રનું નામ અગ્રેસર હતું. ગુરુપ્રસાદ મહાપાત્રા પીએમ મોદીના નજીકના અધિકારી તરીકે ગણતરી થતી હતી જેથી તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતાંની સાથે જ ગુરુપ્રસાદ મહાપાત્રાને ડેપ્યુટશન પર દિલ્હી બોલાવી લીધાં હતાં. છેલ્લા કેટલાય વર્ષોથી મહાપાત્રા દિલ્હી ખાતે ડેપ્યુટશન પર પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ અમિત શાહની રેલીમાં કોવિડ ધારાધોરણના ભંગ અંગે FIR 5 મહિના પછી દાખલ; કોર્ટ સ્તબ્ધ