ગુજરાત

gujarat

ETV Bharat / city

હિન્દુઓની સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો ધર્મસત્તા રાજસત્તા પર પડશે ભારી, DG વણઝારાની ચીમકી - Guru Vandana Forum in Gandhinagar

ગુરુ વંદના અને રાષ્ટ્રવંદના થકી ધર્મસત્તા માટે સભાનું આયોજન (Dharmasatta Organization in Gandhinagar) કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો એકત્રિત થયા હતા. હિન્દુ ધર્મને લગતી કેટલીક સમસ્યાઓ સરકાર સામે મુકવાની લઈને વાત સામે આવી હતી અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનાર ચૂંટણીની રાજસત્તા જોડે દબાણ કરીને પણ એ માંગો સ્વીકારવાનો પ્રયત્ન કરવામાં આવશે.(Dharmasatta demand against Govt)

હિન્દુઓની સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો ધર્મસત્તા રાજસત્તા પર પડશે ભારી, DG વણઝારાની ચીમકી
હિન્દુઓની સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો ધર્મસત્તા રાજસત્તા પર પડશે ભારી, DG વણઝારાની ચીમકી

By

Published : Sep 13, 2022, 11:54 AM IST

Updated : Sep 13, 2022, 5:38 PM IST

ગાંધીનગરસિવિલના ઓડિટોરિયમ હોલ ખાતે ગઈકાલે ધર્મસત્તાનું આયોજન કરવામાં (Dharmasatta Organization in Gandhinagar) આવ્યું હતું. જેની અંદર ગુજરાતના સાધુ-સંતો એકત્રિત થયા હતા. આ ધર્મસત્તામાં વિવિધ સાધુ સંતોને અલગ અલગ સ્થાન આપવામાં આવ્યું છે અને જો આ પ્રયોગ ગુજરાતમાં સફળ થશે તો આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાનો પ્લાનિંગ કરવામાં આવી રહ્યો છે. જેની સમગ્ર માહિતી સાથે રાષ્ટ્રવંદનાના પ્રમુખ ડી.જી.વણઝારાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. (Guru Vandana Forum in Gandhinagar)

હિન્દુઓની સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો ધર્મસત્તા રાજસત્તા પર પડશે ભારી, DG વણઝારાની ચીમકી

પ્રશ્ન ગુરુ વંદના અને રાષ્ટ્રવંદના થકી ધર્મસત્તાનું નિર્માણ કાર્યના એક વર્ષ પૂર્ણ થતાં કયા કયા કામો કરવામાં આવ્યા?

જવાબ રાષ્ટ્રવંદના અને ગુરુવંદના હેઠળનો મુખ્ય ઉદ્દેશ રાજસત્તા ન હોવી જોઈએ. દેશની આઝાદી પછી રાજસત્તા છે. પણ ધર્મસત્તા નથી. બે વર્ષ બાદ આજે તેનું માળખું પૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે. રાજસત્તા પાસે વિધાનસભા છે. તો ધર્મસત્તા પાસે બ્રહ્મશ્રી સભા છે. રાજસત્તા પાસે મંત્રીમંડળ છે તો ધર્મસત્તા પાસે દ્રોણાચાર્ય પરિષદ છે. આજે માળખું સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. હિન્દુ ધર્મમાં જે પણ સમસ્યા છે તે રાજસત્તા સાથે રહીને નિરાકરણ લાવવામાં આવશે.

પ્રશ્ન ધર્મસતામાં સમગ્ર દેશમાંથી કેટલા સાધુ સંતો જોડાયા છે?

જવાબ ધર્મસત્તા હાલ ગુજરાતમાં સફળ પ્રયોગ થયા બાદ દેશમાં અમલ મૂકવામાં આવશે. હાલ હજારો સાધુ સંતો જોડાયા છે. હાલમાં ગુજરાતમાં સફળતા મળ્યા બાદ જ રાષ્ટ્રીય કક્ષા લઈ જવાનો પ્લાનિંગ છે.

પ્રશ્નશા માટે ધર્મસત્તાની રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ?

જવાબ ધર્મસભાની પ્રક્રિયા બે વર્ષ બાદ આજે પૂરી થઈ છે. હિન્દુ ધર્મ આજે વેરવિખેર છે. હિન્દુ ધર્મમાં આંતરિક અને બાહ્ય સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે. આ સમસ્યાનું નિરાકરણ યોગ્ય રીતે થાય તે માટે સાધુ સંતોને સાથે રાખીને ધર્મ સત્તાની રચના કરવામાં આવી છે.

પ્રશ્ન ધર્મસત્તાએ ગુજરાત સરકાર સામે કઈ કઈ માંગ મૂકવામાં આવી છે?

જવાબ હિન્દુ ધર્મને લગતા આશ્રમ, મઠો, ગાય માતા અને મંદિરને લગતી સમસ્યાઓ નિરાકરણ થાય તે માટે ધર્મ સત્તાને સ્થાપના કરવામાં આવી છે. આની પ્રક્રિયા પૂર્ણ થતા જ સરકાર સામે હિન્દુ ધર્મને લગતી જે પણ માંગો છે. તે સરકાર સામે મૂકવામાં આવશે.(Dharmasatta demand against Govt)

પ્રશ્ન જો સરકાર માંગ ન સ્વીકારે તો આગળના પગલા આપ ના શું હશે?

જવાબ જે પણ હિન્દુ ધર્મની સમસ્યા હશે. તે સમસ્યા ધર્મ સત્તાના માધ્યમથી સરકારે માંગણીઓ સ્વીકારવી જ પડશે. જો ધર્મસત્તાની આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ધર્મસત્તા પાસે અનેક રસ્તા છે. જે હિન્દુ ધર્મના સમસ્યાનો નિરાકરણ લાવી શકે. (hindu problem in gujarat)

પ્રશ્ન આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે જો સરકારે માંગો ન સ્વીકારે તો શું આપ ચૂંટણીમાં ઝંપલાવશો ખરા?

જવાબ આગામી સમય ચૂંટણી આવી રહી છે. તે સમય દરમિયાન રાજસત્તાએ ધર્મસત્તાની માંગો સ્વીકારે છે કે કેમ તે જોવાનું રહ્યું. જો ચૂંટણી દરમિયાન હિન્દુ ધર્મને લગતી સમસ્યાનું નિરાકરણ માટે દબાણ કરવાની જરૂરિયાત પડશે. તો ધર્મસત્તા તે રાજસત્તા પર પણ દબાણ કરશે. (Guru Vandana Manch for Dharmasatta)

Last Updated : Sep 13, 2022, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details