- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 કેસો
- અમદાવાદમાં 9, સુરતમાં 6 કેસો, એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં
- આજે 3.67 લાખ લોકોને વેક્સિન અપાઈ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 22 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 લોકોને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં (patients discharged from hospital ) આવી છે. દિવાળીમાં માર્કેટમાં પણ ખરિદીની ભીડ જોવા મળી હતી. જેથી શરૂઆતમાં કેસો વધ્યા હતા. બીજી બાજુ વાત કરવામાં આવે તો 25 જેટલા જિલ્લાઓમાં જીરો કોરોનાના કેસ નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનેશનમાંં આજે 3.67 લાખ કરતા વધુ લોકોને વેક્સિન અપાઈ છે.
રાજ્યમાં 04 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે 305 દર્દીઓ સ્ટેબલ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 309 જેટલા એક્ટિવ કેસ (Active case in Gujarat) છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 305 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,091 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,831 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.